________________
- વ્યાખ્યાન ૧૩
ગણધર મહારાજા સુધર્માસ્વામીજી ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતાં આચારાંગમાં સાધુના આચાર વિષે અને સૂયગડાંગમાં સ્વસમયથી હચમચાવવાળા પ્રસંગે આવે–પરસમયના હલા આવે, તે બધાની પ્રરૂપણ કરી છે. ભગવાન મહાવીરનું શાસન વક–જડની નિશાળ છે તેની અંદર ઉત્પાત, ઉન્માદ હોય તેમાં નવાઈ શી? તેવી જગ્યા પર વિચારને મજબૂત રાખવા તે મુશ્કેલ. સ્વ, પર સમયથી હલ્લા આવે તે વખતે મજબૂત રહે તે માટે સૂયગડાંગની રચના કરી. લકર વફાદારીવાળું જોઈએ
લશ્કર તાલીમ પામેલું કામ બજાવે, પણ લશ્કર બેવફા નીવડે તે? એના એ હથિયાર, દારૂગળ બધું શું કરે? ઘાણ કાઢી નાખે. કેઈ હથિયાર, દારૂગોળ વિના ટકી શક્યું નથી. વફાદારીથી સીધું કામ શું થાય? જેમ ભૂખ લાગી હોય તે વ્યાકરણ ખવાતું નથી. તેમ વફાદારીથી ઘા થાય છે? તાળામાં પુરાવે છે? વફાદારી, દેશને ટકાવ કરતી નથી. દેશને ટકાવનાર, જીત મેળવાવનાર, હલે કરાવનાર હથિયાર છે. પણ તે વફાદારી છે ત્યાં ઉપયોગીનાં છે. વફાદારી ન હોય ત્યાં તે તે નિરૂપગી થાય; કામ પડે તે દુરૂપયેગી થાય. આચારની સંપૂર્ણ વ્યવસ્થા કરી પણ અંદર વિચારની વફાદારી ન હય તે શું થાય ?" માર ખાય. દેશવિરતિ, સર્વવિરતિ એ દારૂગોળ, ચલે હથિયારનાં કારખાનાં. એ કાર્યકયારે કરે? વફાદારી હોય છે. વાદારી સીધી કાર્ય કરનારી દેખાય નહિ.