________________
૧૯
ઉપઘાત ચાતુર્યામ સંવર-દીઘનિકાયના સામફલસુત્તમાં નિર્ગઠ “ચાતુર્યામસંવરથી સયમી હોવાનો ઉલ્લેખ છે. એ તમામ જળ પરત્વે તેમજ તમામ પાપને અંગે સંયમી છે. એણે તમામ પાપ ધોઈ નાંખ્યાં છે અને બધાં પાપને સામને કરતે એ જીવે છે એમ એ માને છે. ' દીઘનિકાય (૩, પૃ. ૪૮ ઈત્યાદિ)માં બુદ્ધ હિંસા, ચેરી, અબ્રહ્મચર્ય અને અસત્ય એમ ચારને અંગે સંયમ ધારણ કરવાને ઉપદેશ આપે છે.
પંચશિક્ષિત ધર્મ–પૃ. ૧૪૬માં એ ઉલ્લેખ છે કે પાતંજલ યમને નામે અને હૈદોએ શિક્ષાને નામે પાંચ મહાવતે માન્યાં છે. આ હકીકત મને ઉત્તરઝયણ (અ. ૨૩)ના નીચે મુજબના ૨૩મા પદ્યનું સ્મરણ કરાવે છે -
“ચારણામો ૪ ને ધો નો વંત્રિવિણ . देसिओ वद्धमाणेण पालेण य महामुगी ॥"
અર્થાત્ જે ચાતુર્યામ–ચાર યામરૂપ ધર્મ છે તે મહામુનિ પા ઉપદે છે, જ્યારે આ જે પંચશિક્ષિત-પાંચ શિક્ષારૂપ ધર્મ છે તે વર્ધમાને-મહાવીર સ્વામીએ બતાવ્યું છે.
આનુષંગિક બાબતે પુરુષાર્થનું નિરૂપણ એ એક આનુષંગિક બાબત છે. એનું એકત્રિત સ્વરૂપ જાણવા માટે આપણે નીચે મુજબનાં પૃષ્ઠ તરફ દષ્ટિ કરવી ઘટે. - ૨૭, ૩૬, ૪૦, ૪૨, ૪૩, ૫૫ ઈત્યાદિ.
મલયગિરિસૂરિએ હારિભદ્રીય ધમ્મસંગહણિની ટીકા (પત્ર ૭૮)માં પુરુષાર્થના નિરૂપણ માટે ધર્મસારની ટીકા જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી જાણી શકાય છે કે પુરુષાર્થનું