________________
નવમું] સ્થાનાંગસૂત્ર
૧૨૧ છે, પણ તીર્થ કરેને અંગે નથી. નથી દેખાતા મહાદેવને કે નથી દેખતા મહાવીરને. આપણને ફાવે તે બધા સરખા. પછી મહાવીરને કેમ વળગ્યા છીએ? મહાવીરને મેળવી આપનાર હોય, ઓળખાવી આપનાર હોય, મહાવીરને દેવ, તીર્થકર તરીકે મનાવનાર કંઈ પણ હોય તે ગણધરના આગમે છે. મહાવીરને ઓળખાવ્યા, મનાવ્યા, દેવ, તીર્થકર તરીકે જાહેર કર્યા એ કેવળ ગણધરના વચને ભાષણ છાપામાં વાંચીએ ત્યારે ભાષણ કર્તા ઉપર બહુમાન થાય છે. રિપોર્ટરે બહુમાન કરાવ્યું. ગુરૂનું ગુરૂપણું, ધર્મનું ધર્મપણું બતાવનાર કોઈ હોય તે તે ગણધર મહારાજાઓએ ગૂંથેલાં સૂત્રો છે. રિપિટરાના ભિન્નપણથી વાક્ય ભેદ તેમ ગધરરચના
અર્થથી તીર્થકરોને આત્માગમ હોય. તીર્થકર કેવળજ્ઞાનથી સ્વયં જાણીને બીજાને પ્રરૂપે. પ્રરૂપણ બીજાને આધીન હેય નહિ તેવી રીતે ગણધર બીજાની પાસેથી લીધા સિવાય સ્વયં બધી રચના કરે, સ્વયં રિપિટ લીધેલે, કેટલાક સ્વયં રિપોર્ટ લે છે, કેટલાક રિપોર્ટ ઉપરથી રચના કરે છે. ગણધરને રિપોર્ટ સ્વયં. જેમ એક સભામાં દસથી બાર રિપોર્ટ આવ્યા હોય, વસ્તુ ન ફરે, વાક્ય ફરે. તેવી રીતે અગિયાર ગણધર, અથવા રાષભદેવના ચોર્યાસી ગણધર ભગવાનના વચનને ગૂંથે. વાકય રચના ફરે પણ બારે અંગ અર્થ થકી શાશ્વતાં. તીર્થકર બતાવનાર છે પણ બનાવનાર નહિ . કેવળજ્ઞાને જે જગતના પદાર્થો જાણ્યા, તે જણાયેલા પદાર્થો હમેશના છે. જીવાદિક પદાર્થોનું નિરૂપણ કરવા લાયક હંમેશના. જિનેશ્વરે ધમ બનાવતા નથી, બતાવે છે. તેવી રીતે અધર્મ બતાવે છે, પણ બનાવતા નથી. જિનેશ્વર જે ધર્મ