________________
૧૨૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગણધરકત રચનાને પ્રભાવ
ગણધરોએ સૂત્રની રચના ન કરી હતી તે આપણી શી વલે થાત? સૂત્રની રચના કર્યા છતાં કોઈ આમ કહેવાવાળા નીકળે સૂત્રની વ્યવસ્થા ન હોત તે આ કાળમાં શું થાત? જંગલી લેકમાં કાયદો ન હોવાથી ગમે તેમ વર્તે ગણધરે સૂત્રે ગૂંચ્યાં ન હોત તે ધર્મમાં જંગલી જ રહેત. બધું બંધારણ આગમને આધારે.
ગણધરેએ ગૂંથી લીધું, તે મેં ચાલ્યું. સ્ત્રીઓ લગ્નનાં ગીત ગાય છે એ કયા કાગળ પર લખ્યાં હતાં ? મેંઢે ને મેંઢે ચાલ્યાં. ગણધરની રચના મેંઢે મેંઢે ચાલી, સ્ત્રીઓને છાજીયાં યાદ રહે છે, પણ આપણને સૂત્રો યાદ રહેતાં નથી. તેમના જેટલે પણ તમને રસ નથી. તીર્થકરના વચને જે ગણધરોએ ગૂંચ્યાં તે “તીર્થ. એ શાસન તારનાર છે. ગણધરોએ આગમનું રચવું કર્યું, ત્યારે શાસન પ્રવતી શકયું. શાસનના હિતને માટે સૂત્ર પ્રત્યુ. જે અત્યારે આ ન હોત તો સાધનાવાળાને શાના આધારે પ્રવર્તવું? બાધકથી બચવાને રસ્તો કાંઈ ન રહેત. જેમ જંગલી લેકે છે, તેમ તેમની પિઠે ધર્મમાં જંગલી રહેત. મેક્ષમાર્ગમાં જીને લાવવા, રાખવા, વધારવા કોઈ પણ કાર્ય કરી શકતું હોય તો તે ગણધર ભગવાનની રચના. દેવને ઓળખાવનાર ગણધરરચના
વાત ધ્યાનમાં આવશે ત્યારે 'હરિભદ્રસૂરિનું વચન સમજાશે. જેને આત્માનું હિત કરવાની ઈચ્છા થઈ છે તેણે આગમને આદર કર્યો છે. જે આગમનો આદર કરે તે દેવ, ગુરુ, ધર્મને માનેલા છે. તીર્થકોની માન્યતા આગમને અંગે ૧ પરિશિષ્ટ પહેલું નંબર (૪) જુઓ