SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ JUI; R -) RIT પ્રસ્તાવના, સંસ્કૃત અને માગધીમાં પારંગત થયેલા પ્રાચીન મહાત્માઓની પ્રથા આ સંસારમાં શિક્ષા રૂપે સારા પ્રસંગ ઉપયોગમાં લેવાનો ઉત્તમ હેતુ રાખો, તે વિદ્વાનોએ અનેક જાતના પ્રવર્તન કરેલા છે તે પ્રવના ઉપકારી કાર્યો તરીકે ગયા અને પદ્યરૂપે અનેક ગ્રંથ આપણી દષ્ટિએ પડે છે કે જેમાં ચાર અનુયાગનો સમાવેશ કરેલો હોય છે. બીજા અનુયાગ કરતાં ચરિત્રાનુગને પ્રાધાન્યપણ આપવાનું કારણ એટલું જ છે કે તેનાથી જનસમૂહ સહેલાઈથી સદાચાર અને સબંધના શિક્ષણ મેળવી શકે છે, એટલુ જ નહીં પરંતુ તેમના હૃદય ઉપર કથાનુયોગથી જેટલી અસર જલદી થાય છે તેટલી બીજાથી કદિ થઈ શકતી નથી. આ અસાર સંસારમાં ચિરકાળ રહી શકે તેવી વસ્તુઓનો જે દ્રવ્ય અને ભાવરૂપે વિચારીશું તે ભાવ વસ્તુની સ્થિરતા વધારે જોવામાં આવશે ઘણા ચંદ્ર અને તારાઓ આકાશમાં ઉગી અને અસ્ત થઇ ગયા અને તેમની મહાન સમૃદ્ધિ પણ કઈ કામમા આવી શકી નહીં, પરંતુ તેમના જે પવિત્ર નામ પ્રાતઃસ્મરણીય રહેલા છે, એ તેમના ભાવ કાર્યને લીધેજ, કવ્ય એ બહારને ધમ છે ત્યારે ભાવ તે હદયનો ધર્મ છે અને દિવ્ય તે ભાવનું કારણ છે અને તે ભાવ વગર એકલું દ્રવ્ય ઉપયોગી થઈ શકતું નથી. આવા પવિત્ર ભાવને પ્રગટ કરવા માટેજ ચરિતાનુગનો પ્રાદુર્ભાવ છે અને તે સર્વ અશે તેથીજ વિથી નિવડેલ છે. બીજા પ્રાણી કરતાં મનુષ્ય વિવેકવૃત્તિને ધારક હોઈ સારાસાર સમજી શકે છે. બીજા પ્રાણી કરતાં મનુષ્યમા આટલી શક્તિ વિશેષ હેવાથી તેને પ્રદર્શિત કરવાનું દ્વાર પણ તે શક્તિને અનુરૂપ જોઈએ અને તે દ્વાર તે સુબોધક ગ્રથનુ વચન છે. પિતાના વિકાસ પામેલા અંતકરણમાં સારાસાર વિચાર થઈ શું વિવેક થયા છે, એ પ્રદર્શિત કરવા માટે વાંચનમાં આવેલા સુબોધક પ્રસ ગે વિચારને અને અનેક સુબુદ્ધિના વિકાસને પોષણ આપે છે. આ રીતે બુદ્ધિને વાંચનથી કેળવવાની જરૂર છે, તે છતા તે કેળવાયેલી બુદ્ધિને શી રીતે ઉપયોગ કરે? એ સમજવું પણ આવશ્યક છે, તેથી આવા સુબેધક પુસ્તકોના વાંચનથી વાચકે તેમાં આવતા સયુરૂના ચરિત્રમાંથી સાર લઈ પિતાના ચરિત્ર ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, નીતિ, વિનય, વિવેક, ચાતુર્ય વિગેરે ઉત્તમ ગુણોને ગ્રહણ કરવા અને દુર્ગણાને દૂર કરવા શીખવું જોઈએ; એવા શુભહેતુની ધારણાથી આવા ઉત્તમ ગ્રંથોનું વાંચન આવશ્યક છે. હાલના વખતમા ઘણુ મનુષ્યમાં ગમે તેવા નવલકથાના પુસ્તકો વાંચવાને એક પ્રકારને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy