________________
વિમવિ કુમાર શાંત. બિલાડો લઈ ગયે. તેથી તેના રસયાઓએ એક મૃત બાળકનું માસ પચાવીને તેને આપ્યું. તે માસ ખાતા કુમાર છે કે આજ વધારે સ્વાદિષ્ટ માંસ કેમ છે?” એમ કુમારે પૂછતાં તે લોકેએ સત્ય વાત કહી દીધી. તે સાભળી કુમારે તેમને હુકમ કર્યો કે હવે પછી મયુરને સ્થાને માણસનું માંસ પચાવવું.” એમ કહીને કુમાર પિતે દરરોજ બાળકેનું હરણ કરતું હતું, તે રાજાના જાણવામાં આવ્યું. એટલે કોલ આવતા તેને દેશમાથી કહાડી મૂકો. પછી પિતાથી ભય પામી અહીં દુર્ગમાં રહેતા તે દરરોજ પાચ છ માણને મારૂં હતું, તેને મારી નાખતા તે સારૂ કર્યું” એમ તેના કહેવાથી વસુદેવ કુમાર પ્રમોદ પામીને તે કન્યાઓને પરણયે, અને ત્યાં એક રાત રહીને તે અચલ ગામમાં ગયે. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પર, પૂર્વ જ્ઞાનીએ તેના વર તરીકે વસુદેવ કહી બતાવ્યું હતું. તે સ્થાનથી વેદસામ નગરે જતાં તે વનમાલા “હે દેવર! આવ, આવ,” એમ કહીને પિતાના ઘરે તેડી ગઈ, અને ત્યાં તેણએ આ વસુદેવ છે” એમ ઓળખાણ આપતાં તેના પિતાએ તેને સ્વાગત પૂછીને કહ્યું- અહીં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે કન્યા છે. જ્ઞાનીએ તેના વર તરીકે ગિરિતટ ગામમાં રહેતાં હે મહાત્મન ! પ્રથમથી તને ઓળખાખ્યો છે. વળી “સદિલગ વદન નામના અશ્વને તે દમશે એમ તેજ જ્ઞાનીએ તને ઓળખવાને ઉપાય કહી બતાવે છે. પછી તને લાવવાને માટે મારા જમાઈ ઇજાલિક ઇદ્રશમને રાજાએ
પરંતુ તું વચમાંથી જ ચાલ્યા ગયે, એમ તેણે આવીને કહ્યું. હવે તું ભાગ્ય ગે અહીં આવી ગયો છે, માટે અશ્વને દમ,” એમ તેણે કહ્યું, એટલે વસુદેવ તે અશ્વને દમાવીને કપિલાને પરણ. પછી તે રાજાએ અને અશુમાન શાળાએ આગ્રહ કરીને વસુદેવને કેટલાક દિવસ ત્યાં રાજ, અને કપિલાથી ત્યા કપિલ નામે પુત્ર ઉત્પન્ન થશે.
એક દિવસે કુમાર ગજશાળામા ગળે ત્યા એક હાથીને બાધીને તે તેની ઉપર ચડી બેઠે. એવામાં કપટથી તેને આકાશમાં ઉડતે જોઈને કુમારે તેને એક મુષ્ટિ મારી. એટલે સાવરના તીરે પડતા તે નીલકંઠ નામે વિદ્યાધર થઈ ગયે, કે જે નીલથશા વિવાહ વખતે સંગ્રામ કરવા આવ્યું હતું. પછી તે સ્થાનથી કુમાર સાલગુહ નગરમા ગયે. ત્યા ભાગ્યસેન રાજાને તેણે ધનદ શીખવ્યું એક દિવસે ભાગ્યસેનની સાથે તેને મોટેભાઈ મેઘસેન યુદ્ધ કરવાને આવ્યે તેને કુમારે જીતી લીધે એટલે ભાગ્યસેને પોતાની પદ્માવતી પુત્રી વસુદેવને પરણવી, અને મેઘસેને પણ પોતાની અશ્વસેના કન્યા કુમારને પરણાવી. ત્યાં તે બંનેની સાથે લાંબો વખત ભેગવિલાસ કરીને કુમાર ભદ્દિલપુરમાં ગયે. ત્યાં પુત્ર વિના મરણ પામેલ ડુંદ્રગજ રાજાની પુદ્રા નામે કન્યા ઓષધિના પ્રયોગથી નરરૂપ