________________
અપરાજિત અને પ્રીતિમતીની કથા.
૧૭. ત્યા એક સહકાર વૃક્ષની નીચે બેઠા, અને પ્રધાનપુત્ર પાછું લાવવાને ગયા. ત્યાં દૂર જઈ પાણી લાવીને મત્રિપુત્ર આવ્ય, એવામાં સહકાર નીચ કુમારને તેણે જે નહિ. એટલે ચિંતવવા લાગ્યા કે–“શુ તે આ સ્થાન ન હશે? શું ભ્રાંતિથી હું અહી આવી ચડ્યો ? અથવા તૃષાતુર થઈને કુમાર પિતે પાણુ લેવાને ગયો. હશે?”એમ ધારી કુમારની શોધ કરવાને દરેક વૃક્ષ આગળ તે ભમવા લાગ્યા, પર તુ કુમાર ક્યા પણ ન જેવાથી તે મૂચ્છ ખાઈને ધરણ પર ઢળી પડ્યો. પવનથી સાવધાન થતા પાછો ઉઠીને તે કરૂણ સ્વરથી રૂદન કરવા લાગ્યા–“હે કુમાર! તું તારા સ્વરૂપને દેખાડ વિરહથી મને શા માટે સતાવે છે. તારે અપકાર કે પ્રહાર કરવાને કોઈ પુરૂષ સમર્થ નથી. હે સખે ! તુ અદશ્ય થતા અમંગલનું કોઈ કારણ નથી, તુ જ્યા ગયે હઈશ, ત્યા સુખનું ભાજન થઈશ ” આ પ્રમાણે બહ પ્રકારે વિલાપ કરીને પાછે તેની શોધ કરવાને પ્રામાદિકમાં ભમતા તે નદિપુર નગરમાં આવ્યું ત્યા હાર ઉદ્યાનમા બેસે છેતેવામાં બે વિદ્યાધરો આવીને તેને કહેવા લાગ્યા–“હે મત્રિપુત્ર ભુવનભાનુ નામે વિદ્યાધર રાજા એક મહેલ વિકુવીને મહાવનમા રહે છે તેને કમલિની અને મુદિની નામે બે કન્યાઓ છે તેમને વર તારે મિત્ર અપરાજિત થશે-એમ જ્ઞાનીએ કહ્યું છે. તેને લાવવાને માટે અમારા સ્વામીએ અમને મોકલ્યા. તે વનની અંદર આવતાં તમે બે અમારા લેવામાં આવ્યા તે વખતે તું પાછું લાવવા ગયેલ હોવાથી કુમારને લઈને અમે અમારા સ્વામી પાસે મૂક. ઉદય પામેલા સૂર્ય સમાન તેને જોઈને ભુવનભાનું એકદમ ઉભા થયે અને રત્નના ભદ્રાસનપર તેને બેસાર્યો. પછી તે વિદ્યારે કુમારની ગુણ સ્તુતિ કરી પિતાની અને કન્યાના વિવાહની કુમાર પાસે માગણી કરી, પરંતુ તે તારે વિયેગી હોવાથી કોઈ પણ જવાબ આપી શકશે નહિ. એક તારી ચિંતામાજ તે મુનિની જેમ મેન બેસી રહે. એટલે તને લાવવાને માટે અમારા સ્વામીએ અમને હુકમ કર્યો. પછી આમતેમ જોતા અત્યારે અમે અહીં આવ્યા છીએ, અને ભાગ્યને તું હમણાજ જોવામાં આવી ગયે. માટે હે મહાભાગ ઉઠ અને તરત ચાલ, તારા વિરહને લીધે કુમારને વિવાહ અટકી પડ્યો છે.” એમ સાભળીને પ્રધાન પુત્ર બહુ હર્ષ પામ્યા અને તે બનેની સાથે આવી જાણે સાક્ષાત્ હર્ષ હોય એમ તે કુમારને મળે. પછી કુમારે તે બને કન્યાનું પાણિગ્રહણ કર્યું ત્યા અહ૫ સમય રહીને પ્રથમ પ્રમાણે મિત્ર સહિત કુમાર અન્ય સ્થાને જવા નીકળ્યો. જતા જતાં તે અને શ્રીમદિર નગરમાં આવ્યા અને ત્યાં સૂકાતે આપેલ મણિથી મનવાંછિત પૂર્ણ કરતા રહેવા લાગ્યા.
એક દિવસે તે નગરમાં મોટો હાહારવ થશે. શસ્ત્રથી સજજ થયેલા સુભટે જેવામા આવતા હતા. ત્યારે કુમારે પ્રધાનપુત્રને પૂછયું કે- આ શું છે?”