________________
ચિત્રગતિ અને રત્નાવતીની કથા.
- -
- - -
-
-
- -
-
-
-
-
-
-
રાએ એક પુત્રીને જન્મ આપે. બહુ પુત્રોની ઉપર કન્યા અવતરવાથી તે બહુજ વલ્લભ થઈ પડી. સારે દિવસે રસ્તવતી એવું તેને નામ રાખવામાં આવ્યું. જળથી સિચન પામેલ લતાની જેમ તે વૃદ્ધિ પામી અને અલ્પ સમયમાં સ્ત્રીઓને ઉચિત બધી કળાઓ તેણે ગ્રહણ કરી લીધી. ને અનુક્રમે તે વન અવસ્થા પામી, એવામાં તેના વરની ચિતામાં રાજાએ એક નિમિત્તિયાને પૂછયુ. તે બેત્યે કે-“હે રાજન ! જે તારૂ ખગ્ન છીનવી લેશે અને સિદ્ધાયતન (સિદ્ધમદિર) ને વંદન કરતા જેની ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે, તે તમારી પુત્રીને પરણશે આ સાભળી રાજાને વિચાર થયે કે “જે મારા હાથમાંથી ખગ છીનવી લેશે, તે તે બળવાન જ હશે અહે ! મારી પુત્રીનું ભાગ્ય સારૂ છે.” એમ મનમાં બહુજ આનંદ પામી તેણે તે નૈમિત્તિકને સતોષીને વિદાય કર્યો. •
હવે આજ ભારતક્ષેત્રને વિષે ચક્રપુર નામે નગરમાં સુગ્રીવ નામે રાજા હતે તેને યશસ્વતી અને ભદ્રા નામે બે સ્ત્રીઓ હતી. તે બંનેને સુમિત્ર અને પધ નામે બે પુત્રો થયા તેમા સુમિત્ર ગુણવાનું હતું અને પન્ન ગુણરણિત હતે. એક વખતે ભદ્રાએ વિચાર કર્યો કે–આ સુમિત્ર છવો હશે, તે મારા પુત્રને રાજ્ય મલશે નહિ, એમ ચિંતવીને દુષ્ટબુદ્ધિ ભદ્રાએ સુમિત્રને ઉત્કટ વિષ દીધુ, તેથી તે મૂછ પામીને જમીન ઉપર પડી ગયો. એવામાં સુગ્રીવ રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું, અને મંત્ર, તત્રાદિક અનેક ઉપાય કરવામાં આવ્યા, છતાં વિષને વેગ શાંત ન થયે. ભદ્રાએ વિષ દીધું, એવી કેમાં જાહેરાત થઈ, એટલે ભદ્રા ભય પામીને કયાક ભાગી ગઈ રાજાએ પુત્રના જીવન માટે જિનપૂજા અને શાત્યાદિ કર્મ કરાવ્યા. પુત્રના ગુણ સંભારી સંભારીને રાજવિલાપ કરવા લાગ્યું. સામંત અને મંત્રીઓ બધા નિરૂપાય થઈ ગયા. એવામા ક્રાનિમિતે આકાશમાં ફરતા ચિત્રગતિ ત્યાં આવ્યા, અને જોયું તે નગર બધું શોકાતુર જણાયું. ત્યાં વિષની વાત જાણી પિતાના વિમાનમાંથી નીચે ઉતરી વિદ્યાથી મંત્રેલા જળવતી કુમારને સિંચન કર્યું. એટલે તરતજ “ આ શું ? એમ પ્રન કરતે રાજકુમાર વિષના વેગથી રહિત થઈને ઉભે થશે. ત્યારે રાજા બોલ્યા--“હે કુમાર! તને તારી ઓરમાન માતાએ વિષ દીધુ હતું, પરંતુ નિષ્કારણ બંધુ આ મહાપુરૂષે તને વિપરહિત કર્યો. આ પ્રમાણે સાભળતા હાથ જોડીને સુમિત્ર ચિત્રગતિને કહેવા લાગ્યા “હે મહાપુરૂષ! આ પરોપકાર કરવાથી તારું કુળ મારા જાણવામાં આવી ગયું, તથાપિ પોતાના કુળની બરાબર ઓળખાણ આપીને મારી ઉત્કંઠા પૂરણ કર. મોટા જનનું કુળ જાણવાની કેને ઈચ્છા ન થાય?” તે વખતે ચિત્રગતિના પ્રધાનને પુત્ર પાસે બેઠે હતું, તેણે વંશાદિકની બધી ઓળખાણ આપી તે સાભળતાં સુમિત્ર હર્ષ પામીને કહેવા લાગ્યા-હેનિષ્કારણ બધે! આજે ઓરમાન માતાએ