________________
૮
શ્રી નમનાથ ચરિત્ર.
સાધુને ત્યાં કેટલેક વખત રાખ્યા. પછી ધનની આજ્ઞા લઈને સુનિ પિતાના ગ૭મા આવીને મળ્યા. એક ધર્મમાં રક્ત હોવાથી ધન અને ધનવતી વિશેષથી પ્રીતિવાળા થયા. હવે પિતાને આ તસમય પાસે આવતા પિતાએ ધનને રાજ્યાભિષેક કર્યો અને તે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો
એક દિવસે ઉધાનપાલકે આવીને વધામણી આપી કે–“હે સ્વામિન ! પૂર્વે આવી ગયેલા વસુંધર નામના મુનિ વનમાં પધાર્યા છે. ” તે સાભળતા રાજા હર્ષ પામી ધનવતીની સાથે આવીને મુનિને તેણે વંદન કર્યું, અને દેશના સાભળીને તે સ સારથી વિરક્ત થયે. પછી ધનવતીથી ઉત્પન્ન થયેલ જયંત કુમારને પિતાના રાજ્યપર સ્થાપન કર્યો. અને પોતે ધનવતી સહિત દીક્ષા અગીકાર કરી. તે વખતે ધનત અને ધનદેવ નામે ધનના બે ભાઈ હતા, તેમણે પણ ધનની સાથે ચારિત્ર લીધું. પછી ધનર્ષિ ગુરૂની પાસે તપ તપતા અને શાઅને અભ્યાસ કરતા તે ગીતાર્થ થયા, એટલે ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો. ધનસૂરિએ ઘણા રાજાઓને પ્રતિબધ્ધા અને ઘણાને દિક્ષા આપી. પછી છેવટે ધનવતીની સાતે અનશન લઈ એક મહિને મરણ પામીને બને સાધમ દેવલેકે શકના સામાનિક દેવ થયા, તથા ધનના ભાઈ ધનદત્ત અને ધનદેવ પણ સીધર્મ દેવલેકે દેવ થયા તેમજ ધનના પ્રતિબોધેલા બીજા રાજ વિગેરે પણ અખંડિત વ્રત પાળને સાધર્મ દેવલોકે દેવતા થયા.
પ્રકરણ ૨ જુ.
શ્રી નેમનાથ પ્રભુને ત્રીજો અને ચોથે ભવ.
વે આજ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમા સુરતેજ
નામે નગરમા સૂર નામે ખેચર ચક્રવતી હતે. તેને વિઘુમતી 8 નામે રાણી હતી તેની કુક્ષિને વિશે ધનને જીવ પિતાનું આયુ પૂરણ કરીને ઉત્પન્ન થયે. સમય પૂરે થના વિદ્યુમ્મતી રાણીએ સ પૂર્ણ લક્ષણ વાળા એક પુત્રને જન્મ આપે. પછી પવિત્ર દિવસે મોટા આડંબરપૂર્વક પિતાએ ચિત્રગતિ એવું તેનું નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે સકલ કલાને
જાણુ થ.
- હવે ધનવતીને સંબધ કહે છે–તેજ વૈતાઢ્ય પર્વન્તની દક્ષિણ એણિપર શિવમંદિર નામે નગરમાં અનતસિંહ નામે રાજા હતા. તેને શશિષભા નામે રાણી હતી. તેના ઉદરને વિશે ધનવતીને જીવ આવીને અવતર્યો. સમય થતાં તે