________________
પાંચમો પરિચ્છેદ-બળદેવના પૂર્વભવને વૃત્તાંત. વસુદેવની પત્ની રહિણને વિષે બળદેવને જન્મ. કંસના આમંત્રણથી વસુદેવ મથુરામાં ગયે. કસે પિતાના કાકા દેવક નામના રાજાની દેવકી નામની કન્યા પરણવા માટે વસુદેવને પ્રાર્થના કરી. તેથી વસુદેવ કંસની સાથે કૃતિકાવતી નગરીમાં ગયે. ત્યાં દેવકીની સાથે વસુદેવનાં લગ્ન થયાં. કરમેચનના ઉત્સવમાં દેવક રાજાએ વસુદેવને નંદ નામને દશ ગોકુળને સ્વામી આપે. પછી નંદ અને દેવકી સહિત વસુદેવ અને કસ મથુરામાં આવ્યા. કસે મથુરામાં પિતાના મિત્ર વસુદેવને વિવાહેત્સવ કર્યો. તે વખતે મદિરાપાનથી ઉન્મત્ત થયેલી કંસની પત્ની જીવયશાએ અતિમુક્ત નામના મુનિની કદર્થના કરી. તેથી તે મુનિએ તેને શાપ આપ્યો કે “જેને નિમિત્તે આ મહેસિવ છે તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણશે.” તે વૃત્તાંત તેણીએ કંસને કહ્યો. કસે વસુદેવની પાસે જઈ દેવકીના સાત ગર્ભની યાચના કરી, તેથી વૃત્તાંત નહીં જાણનાર મુગ્ધ વસુદેવે તેની માગણી સ્વીકારી.
ભજિલપુરમાં વસનારી સુલસાના મરેલી પુત્રી રૂપ છે ગર્ભે સુલાસાએ આરાધન કરેલા નિગમેલી દેવે દેવકીના ઉદરમાં મૂકયા, અને દેવકીના પુત્ર રૂપ છ ગર્ભે સુલસાના ઉદરમાં મૂકયા. મરેલી પુત્રીરૂપ છ ગ દેવકીએ પ્રસન્યા ત્યારે કસે તેને શિલાપર અફળાવ્યા. સુલસાને વિષે સંચાર કરેલા દેવકીના છ ગર્ભે સુલતાએ પુત્રરૂપે પ્રસવ્યા. તે પુત્રો સુલસાને ઘેર વૃદ્ધિ પામ્યા.
એકદી દેવકીએ ગર્ભ ધારણ કર્યો, તે વખતે તેણે સાત મહાને જોયાં. અવસરે પુત્રજન્મ થશે. તે વખતે અધિષ્ઠાયક દેવતાઓએ ચકી કરનારા કસના પુરૂષને સુવાડી દીધા. તેથી વસુદેવ તે પુત્ર નંદને ઘેર લઇ ગયે. તેનું કૃષ્ણ નામ પાડ્યુ. દેવકી ગાયની પૂજા કરવાના નિષથી નદને ઘેર જવા લાગી. ત્યારથી ગાયની પૂજાનું વ્રત પ્રવર્યું. સૂર્પકની બે પુત્રીઓ તથા એક પુત્ર નંદને ઘેર કૃષ્ણને મારવા ગયા. પણ અધિષ્ઠાયક દેવતાઓએ ઉલટા તેમને જ માર્યા. કૃષ્ણના રક્ષણ માટે નંદને ઘેર વસુદેવ બળદેવને રાખે.
એકદા રાત્રિને છેલે પહેરે શિવારાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે વખતે અનુત્તર વિમાનમાંથી શંખને જીવ ચવી તેણીની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે શ્રાવણ શુકલ પચમીને દિવસે ભગવાન શ્રી નેમિનાથનો જન્મ થશે. દ્વિોએ આવી તેને નાત્ર મહોત્સવ કર્યો.