________________
મળદમયંતીનું ચરિત્ર મૂકી કેમ ન ગ? શું આમ કરવું તે તારા કુળને ઉચિત હતું કે મહાસતી ભાર્યાને તે એકલી તજી દીધી? હે વત્સ! તું તારું સુખલઈ લઉં, મારે અપરાધ ક્ષમા કરજે કે તને મેં ઓળખી નહિ. હે સતી! અધિકારરૂપ સર્ષને ગરૂડ સમાન તારા ભાલ ઉપર જે સવાભાવિક તિલક હતું તે કયાં છે?” એમ કહીને પિતાની થુંક વતી તેના ભાલનું માર્જન કર્યુંએટલે તત્કાલ અગ્નિથી ઉતરેલ સુવર્ણપિંડની જેમ અને મેઘથી યુક્ત સૂની જેમ તેનું તિલક અત્યંત ચળકવા લાગ્યું. પછી ચંદ્વયશા રાણીએ દવદંતીને પોતાના હાથે સ્નાન કરાવ્યું. અને તે માસીએ આપેલ મહરત વસ્ત્રો દવદતીએ પહેર્યા, એટલે પ્રસન્ન થયેલ અને હર્ષય જળની વાવડી સમાન એવી ચંદ્રયશા દેવી તેને હાથ પકડીને રાજા પાસે લઈ આવી, તે વખતે સૂર્ય અસ્ત થઈ ગયો, અને પાયથી ન ભેદાય તેવા અધકારથી સર્વ પ્રકાશ વ્યાસ થઈ ગયું, પરંતુ રાજસભામાં તે અંધકાર, જાણે છડીદારોએ અટકાવ્યા હોય તેમ દવતીના તિલકના તેજથી તે પ્રવેશ કરી શકો નહિ, ત્યારે રાજાએ ચંદ્વયશા દેવીને કહ્યું કે સૂર્ય અસ્ત થયા અને અહીં દી કે અગ્નિ પણ નથી, છતાં પણ દિવસના જે આ પ્રકાશ કે?” તે બોલી કે
આ દવદંતીને જન્મની સાથે ઉત્પન્ન થયેલ, તેજના પંજ સમાન તિલક છે, તે તિલના માહાસ્યથી આ ઉદ્યોત સૂર્ય, દીપક, અને રત્ન વિના પણ દેખાય છે.? ત્યારે કેતકને લીધે રાજાએ પોતાના હાથવતી તે તિલક ઢાંકી દીધું, તેવામાં સભા તરતજ પર્વતની ગુફા સમાન બની ગઈ, પછી હાથ દૂર કરીને દવતીને રાજશાદિકની વાત તેણે પૂછી, એટલે અધોમુખ કરીને રૂદન કરતી દવદંતીએ નલકૂખરના ઘુતથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. ત્યારે રાજાએ પોતાના ઉત્તરીય વાથી તેના લોચન લુંછીને બોલ્યા કે હે પુત્રી! તું રૂદન ન કર, વિધાતા કરતાં કોઈપણ બલવાન નથી. એવામાં આકાશમાંથી કોઈ દેવ ઉતરીને તે સભામાં આવ્યો, અને અંજલિ જેડીને દવતીને કહેવા લાગ્યા- “હે માત ! હું પિંગલક નામે ચાર છે. તારી આજ્ઞાથી તે વખતે દીક્ષા લઈને વિહાર કરતાં હું કઈવાર તાપસપુરમાં આવ્યા, અને સ્મશાનમાં પ્રતિમાએ રડ્યો. એવામાં ચિતાથી ઉછળેલ દાવાનલ દૂર પ્રસર્યો, તે દાવાનળથી બન્યા છતાં હું ધર્મધ્યાનમાં તત્પર રહી, મરણ પામીને પિંગલ નામે દેવ થશે. એટલે અવર્ષિજ્ઞાનથી મારા જાણુવામાં આવ્યું કે--તે વધથી બચાવ્યો અને પ્રજા અપાવી, તેના પ્રભાવથી હું સુરસુખ લેતા થયે હે “સ્વામિની ! મહાપાપી એવા મારી તે વખતે જે ઉપેક્ષા કરી હતી તે ધર્મ પામ્યા વિના મરણ પામીને હું નરકમાં જાત. હે દવદંતી ! તારા પ્રસાદથી હું દેવસંપત્તિને પાપે, તે કારણથી હું તને જેવાને આવ્યો છું. તું ચિરકાલ વિજય પામ.” એમ કહી સાત કોટિ સુવર્ણ વરસાવીને તે દેવ અંતર્ધાન થશે. એ પ્રમાણે સાક્ષાત જિનધર્મનું ફળ જોઈને જાતુપર્ણરાજાએ પણ આહત ધર્મને સ્વીકાર કર્યો