________________
-
-
-
-
હર
શ્રી નેમિનાથ ચરિત્રહવે એક દિવસે નલરાજાએ કુલકમથી આવેલા સામત અને પ્રધાન પુરૂને પૂછયું કે–“શું હું પિતાએ સાધેલ ભૂમિને જ પાછુ છુ કે અધિકને પાળ છે તે બોલ્યા કે—-“નિષેધરાજાએ ત્રણ અંશ ન્યૂન ભરતને અર્ધ ભાગ લેગ અને તમે તે સમસ્ત ભરતા જોગ છે, પિતાથી પુત્ર અધિક થાયએ ચક્તજ છે. પરંતુ અહીંથી બસે જન દર તક્ષશિલા નગરીમા કદમાં નામે રીજા છે, તે તારી આજ્ઞાને સ્વીકારતા નથી. તારા ભરતા સાધવાના જથથી ઉત્પન્ન થયેલ અદ્દભુત યશરૂપ ચક્રને વિશે તે એકજ કલંક સમાન ભાસે છે. લેશ વ્યાપની જેમ તમે તેની ઉપેક્ષા કરી, તેથી આજે તે અત્યંત વૃદ્ધિ પામીને અસાધ્ય થઈ પડ્યો છે, પરંતુ તુ જે તેની ઉપર રેષથી કઠણ મન કરે, તે પર્વતથી પડતા ઘટની જેમ તે ભાગી જ જાય. માટે પ્રથમ દૂત મોકલીને તે ઉન્મત્ત કદંબરાજાને સમજાવે. એ રીતે પૂર્વથી આવતા સામતાદિકનું હિતકારી વચન સાંભહીને નલરાજાએ મહાવાચાલ હૂતને શિખામણ આપીને મોટા સૈન્ય સહિત ત્યા જવાના હુકમ કર્યો. ગરૂડની જેમ દુર્ધર એ તે દૂત પણ તરત ત્યાં જઈને પોતાના સ્વામીને ન લજાવતા કદ બરાજાને કહેવા લાગ્યા–“અરે કદંબા મહાર૩પ વનને દાવાનલ સમાન મારા સ્વામી નશજાની તું સેવા કર, અને તારું અભિમાન તજી દે. હું તારી કુળદેવીથી અધિણિત હાઉં, તેમ તને હિત કહું છું જે નલની આજ્ઞા માનીશ નહિ, તે તને ભવિષ્યમા સંતાપ થશે.” એ પ્રમાણે હતનાં વચન સાંભળીને ક્રોધથી ઘેરાયેલા કદ , દાતના અગ્ર ભાગથી હઠને કર ડત અને મૂખની જેમ પોતાને ન જાણતે તે કહેવા લાગ્યા–“હે દૂત! તારે સ્વામી શુ ગાડે થયે છે? અથવા વાયુના સ્થાને સુતે છે કે જે વૈરિરૂ૫ સુતા ( નાગરમોથ ) ને ઉખેડી નાખવામા વરાહ સમાન મને જાણ નથી ? શું તેને સામત, પ્રધાન કે પુરોહિતાદિક નથી કે સુતેલા સિંહ સમાન મને જગાડતા નલને અટકાવતા નથી? માટે હે દૂત! તુ જા, અને તારે સવામી રાજ્યથી ઉગ પામ્યું હોય, તે સગ્રામ કરવાને ભલે તૈયાર થાય. આ હું પણ તેના સંગ્રામને અતિથિ થઈ બેઠા છુ.” આ સાભળી કૂત પણ તરત આવીને અહંકારથી દારૂણ તે કદંબના વચને તેણે નલને કહી સંભળાવ્યા. એટલે સર્વ સેનાસહિત નવલરાજાએ તક્ષશિલા નગરી ઉપર ચડાઈ કરી, અને ઉતાવળથી ત્યાં જઈને બધી તક્ષશિલા નગરીને તેણે ઘેરી લીધી. હાથી એને લીધે જાણે બીજે કિલ્લે બનાવ્યો હોય, તેવી તે દેખાતી હતી તે વખતે કદંબ પણ સૈન્ય સહિત સજજ થઈને બહાર આવ્યું. કારણ કે સિંહ ગુફાના દ્વાર પાસે આવેલ બીજા સિંહને સહન કરતા નથી પછી બને સૈન્યના સુભટે લડયા અને ચિરકાલ બાણયુદ્ધ કરતાં આકાશમા બાણના મંડપ બની ગયા. પછી નલે કદંબને કહ્યું કે“ હાથીઓ વિગેરેને શા માટે મારવા જોઈએ ? આપણે અને શર્ણ બંધયુદ્ધથી