SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપ્રભા શિવિકાની ઉપરે રે લોલ, સિંહાસને બેઠા જિનરાયજે; છઠ ભક્ત ભગવંત ભલા, ભાવથી રે લોલ, . . આજે સંયમ લેવા સજજ થાય છે. કહું ! ૨ સુહમપતિ શ્યામ બીજા સ્વર્ગના રે લોલ, ઉભય હર્ષ ધરી મનમાંય જે બેહ પાસે રહીને વિજે ચામરો રે લોલ, જેતા જગજન વિસ્મય થાય. કહું ૩ પ્રથમ શિવિકા વહે મહાવીરની રે લોલ, મળી મનુષ્ય તણા બહુ વૃંદ; પછી સુરા સુરે વહે શિવિકા રે લોલ, ઇંદ્ર સરખા ધરીને આનંદ. કહું ૪ સુરાસુર સમુહ દીસે દીપતી રે લોલ, છે. ઈદ્ર પરિચને બહુ ઠાઠ; 1 અજબ પ્રભા પડે છે ચૌદિશામાં રે લોલ, બન્યો જોવા જેવો જગ ઘાટ. કહું . પ . ઈદ્ર ચોસઠ મલ્યા તિહાં એકઠારે લોલ, અંગે ઝલકતા છે શણગાર; જેણે વૈમાન સ્થાપ્યા આકાશમારે લેલ, એથી ઉદ્યોતને નહિ પારજે.' દેવ વાજે બહુ તિયાં વાયરે લેલ ; . બજે તુરિ ભુંગલ શરણાઈજે; : પડો, ભેરી ને વાજી ઝલ્લરી રે લોલ, મધુર સ્વરે ગગન છવાચજે. કહું ! છ l
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy