________________
નમન કરી કહે ઈંદ્રજી, હું સ્વર્ગને રાજ મુજથકી ડરશે નહિ, આવ્યો ઉત્સવ કાજ. ૯ નમું રત્ન કુખ ધારણ, ધન્ય જન્મ ધરનાર; જન્મ દીધે એ પુત્ર છે, ત્રણ જગત આધાર. ૧૦ ત્રિશલાછ મન ચિંતવે, નિજ અંતર સંગાત; માતા બની ત્રિલેકની, સૂત જન્મતાં સાથ. ૧૧ છે પય પરમ મહિષી તણું, હાચ ઘણું સરસાય; મળી મીસરી તેમાં વળી, ખામી રહે નહિ કાય. મે ૧૨ તેમ પુત્ર અરિહંત છે, રાજ્ય વિષે અવતાર; ઇંદ્ર આવ્યા મુજ આંગણે, પુન્ય તણે નહિ પાર; મે ૧૩ નિદ્રા મુકી તે માતને, અવસ્થાપીની નામ; માતાને શાતા વલી, પાખ્યા બહુ આરામ. . ૧૪ પ્રભુ સરિખું રૂપ કરી, સ્થાપ્યું ત્રિશલા પાસ; મુલરૂપે ભગવંતને, ઈંદ્ર ગ્રહે તેર વાસ. ૧૫ પંચરૂપ પોતે કરે, કરવા પ્રભુની સેવ; ' : - કર સંપુટમાં સાહીને, ચાલ્યા તે તખેવ ૧૬ એક ઇંદ્ર આગલ ચલે, વ્રજ ગ્રહીને હાથ; બે પાસે બે ચામરે, વિંજે છે સુરનાથ. ૧૭ પાછળ ચાલ્યા ઈંદ્રજી, છત્રધરી પ્રભુશિર, , , જીવથી પણ જત્ના ઘણી, કરતાં તેહ સધિર. ૧૮ ગગનપંથે તે સંચરી, મેરૂ ગિરિવર જાય; . . મલ્યા ઈદ્ર ચોસઠ ત્યાં, જોતાં મન સ્થિર થાય. ૧૯