________________
શ્રાવકપણું સ્વીકારીને, થયા વ્રત ધરનાર; ચાર તીર્થ સ્થાપી કરી, કીધે ઘણે ઉપકાર. ૧૦ માં | તીર્થ સ્થાપે તીર્થક, કરે જગત ઉદ્ધાર; તે કારણે જન જાણજે, નામ ગુણનુસાર. ૧૧ / ભક્ત ભલે ભગવંતને, અસંખ્ય સુરને નાથ;
વંદન કરી કહે વીરને, જોડી યુગ્મ જ હાથ. તે ૧૨ | જન્મ જરા ને મરણથી મુક્ત તમે જિનરાજ સંભળાવી સદધને, કીધા કૃતાર્થ આજ. ! ૧૩
ઢાળ એકાવનમી (રાગ–માઢ.)
. . . લીધી જન્મની કહાણ, જગતમાં લીધી જન્મની કહાણ, ભેટયા જિનવર ભાણ, જગતમાં લીધી જન્મની હાણ.
ભેટયા જિનવર ભાણ-એ ટેક. અમૃત્યુ ને સુરવર ભુવને, મળે નહિં કેઈ સ્થાન; જડ ચેતનનું ભાન કરાવે, અમ્યું એવું જ્ઞાન. જગત. ૧ / મેલ અનાદિ મિથ્યામતને, છુટે નહિ કઈ રીત; સુધાવાણીનું સ્નાન કરાવી, નિર્મળ કીધાં ચિત્ત. જગત. રા હોમ હવનની હિંસક ક્રિયા, કરતા ધર્મને કાજ ગૌતમ સરખા વિપ્ર હજાર, મુનિ બનાવ્યા આજ જગતવા ચંદના સરિખા રાજ કન્યાઓ, તાર્યા બહુ નરનાર, તમે ચતુર્વિધ તીર્થો સ્થાપી, વર્તા જયકાર. જગત. જા ગુણગ્રામ કરી ત્યાં વીર પ્રભુનો, ઇંદ્રાદિક પરિવાર વંદન કરી તે સ્વર્ગે ચાલ્યા, વિસ્મય થયા જેનાર. જગત. પણ