________________
ગૌતમાદિ યજ્ઞને છોડી, ચુંમાલીસે વિપ્ર આવ્યા બનાવ્યા જેનના જોગી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૭ રાજકન્યા ચંદના હાથે, છમાસી પારણું વહાર્યું; હજારેને લીધા તારી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૮
કહે આંબાજી વીર જન્મ, ઝલકતા સૂર્યના જે કે વધાવી લે હૃદય રંગે, જયન્તી તે પ્રભુની છે. હજારે ૯
શ્રી મહાવીર સ્વામીને રાસ
(મંગલાચરણ દેહરા) પ્રથમ નમુ અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત દુ:ખ દરિયા ઉલંઘીને, પામ્યા સુખ અનંત. ૧ આચાર્યો આદે કરી, નમું પરમેષિદેવ, માગું હું તેહના, ચરણ કમલની સેવ. ૨ // દિવ્ય જીવન મહાવીરનું, જગમગ જ્યોતિ રૂપ; સુરાસુરે વિસ્મય થયા, જાણું ભવ્ય સ્વરૂપ. + ૩ ! ચૌદ બ્રહ્માંડની સંપદા એથી પણ અનંત કેવલ લક્ષમી પા” એવા વીર ભગવંત. . ૪ માતા તેમજ તાતને, જે જિન તારણહાર, એવા શ્રી મહાવીરને, વંદુ કટીવાર. પ ! ઇંદ્ર ભૂતિ આદેકરી, સાધુ ચોદ હજાર; ચંદન બાલાદી સાધવી, તારી છત્રીસ હજાર ૬ લાખે ને કડો ગમે, સુણે ભલે ચરિત્ર; '. વીર ચરિત્ર સુષ્યા થકી, થાશે પરમ પવિત્ર ૭.