________________
૧૪૭,
ધના નામે શેઠ, વસે છે એ પુરમાં મારા લાલ, છે ધર્મ તેણે અનુરાગ, અનુકંપા ઉરમાં મારા લાલ. શેઠ ધનાવે તે વાર, દુઃખી દેખી કુંવરી મારી લાલ છોડાવી અપી, દમ, અમી દષ્ટિ કરી મારા લાલ. ૧૧ લૂંછી નયનનાં નીર, વયણે કહે મીઠડાં મારા લાલ; હૈયે ધરે સતી બાઈ કર્મે દુ:ખ દીઠડાં મારા લાલ. ચાલે મમતણે ગેહ, પુત્રી ગણી પાળશું, મારા લાલ ઉદભવતા દીલ દુ:ખ, ધીરજથી ટાળશું મારા લાલ. ૧રો મુખથી વદી મૃદુવેણુ, આસ્વાસન આપીયું મારા લાલ દુખણું બાળાનું ચિત્ત, શાંતિપદે સ્થાપીણું મારા લાલ. આવ્યા શેઠ નિજ ગેહે, તેડી તે બાઈને મારા લાલ શેઠાણને કહે શેઠ, અંગે ઉત્સાયને મારા લાલ. ૧૩ દેવ કન્યા અનુહાર, સતી ગુણે શેભતી મારા લાલ; પડતાં ગુણકાને હાથ, ગ્રહી જતી લોભથી મારા લાલ. છોડાવી અબળા આજ, લાવ્યા ઘર આંગણે મારા લાલ; ધીરજ દેજે ધરી હામ, વયણ સોહામણે મારા લાલ. ૧૪
છે દુ:ખથી દાજેલું દિલ, કન્યાને સંતોષ મારા લાલ; ગણું સ્વપત્રી સમાન, પૂર્ણ રીતે પિષજે મારા લાલ. મુલા શેઠાણું એ શીખ, સુણી નિજ સામની મારા લાલ; કન્યા જાણું પુત્રી રૂપ, રીઝી તે ભામની મારા લાલઃ ૧પ પુન્યવંત પેખી બાઈ અહોભાગ્ય માનતી મારા લાલ શેઠાણી આણી ખંત, સતીને સત્કારતી મારા લાલ. ' જોતાં તે ઘરની રીત, જણાણી કુલીનતા મારા લાલ'. મળતાં અનુકુળ રોગ, સતી પામી સ્થિરતા મારા લાલ. ૧૬ધા