________________
રજત સ્મારક લગ્નઃ આદર્શ અને વ્યવહાર
૧૦૫ આક્રમણ સમયે હિન્દુ ધર્મે પિતાના રક્ષણ માટે પિતાનાં બધાં બારણાં બંધ કર્યો, ત્યારે સ્ત્રીઓને પણ ઘરમાં પૂરી, પડદામાં નાખી અને બાળલગ્ન વધ્યાં.
આવી જ રીતે હિન્દુ લગ્નનું સ્વરૂપ ધડાયું છે. સામાજિક રીતરિવાજોની એ વિશેષતા છે કે જે પરિસ્થિતિમાંથી એ ઉત્પન્ન થયા હેય, તે પરિસ્થિતિ સમૂળગી પલટાઈ જાય, તે પણ એ તે એવાને એવા જ કાયમ રહે છે. તેની આસપાસ ધર્મ અને નીતિનાં કંડાળાઓ રક્ષણ કરતાં ઊભાં હોય છે. મનુષ્યસ્વભાવની સામાન્ય સ્થિતિચુસ્તતા તેને ટકાવે છે અને તેમાં ફેરફાર ઈચ્છનારાઓ સ્વછંદી અથવા ધર્મભ્રષ્ટ કહેવાય છે. આવા રીતરિવાજે કાયદાનું સ્વરૂપ લે છે, ત્યારે સ્થિતિચુસ્તતા વધે છે. કાયદે જાહેર મતનું પ્રતિબિંબ છે પણ તેની અને જાહેરમત વચ્ચે હંમેશા અંતર રહે છે. આજે દાખલા તરીકે, જાહેરમત અનેકપીવની વિરુદ્ધ છે છતાં કાયદામાં તેની 2 છે, જાહેરમત કદાચ અમુક સંજોગોમાં લગ્નવિચ્છેદની તરફેણમાં છે, જ્યારે કાયદામાં તેની મનાઈ છે, કાયદાથી વિધવાવિવાહ માન્ય છે જ્યારે જાહેરમત હજુ તેની વિરુદ્ધ જણાય છે. વસ્તુતઃ વિધવાવિવાહમાં “પાપ” નથી કે લગ્નવિચ્છેદમાં પણ “પાપ” નથી; પ્રતિલોમ લગ્નમાં “પાપ” નથી કે અનુલેમ લગ્નમાં “પુણ્ય” નથી.
લગ્નનું સ્વરૂપ નક્કી કરવામાં ત્રણ તત્વો મુખ્ય છે –(૧) વ્યક્તિનું સુખ, (૨) સ્વછંદી વૃત્તિઓનું નિયમન અને સંયમનું પિષણ, (૩) સમાજહિત. આ ત્રણ તો કેટલેક દરજજે એક બીજાનાં વિરોધી છે. સમાજહિત લક્ષ્યમાં લેતાં વ્યક્તિના સુખને કેટલેક દરજજે અવગણવું પડે છે. છતાં છેવટ તો સમાજ વ્યક્તિઓને જ બને છે અને તેમનું સુખ લક્ષ્યમાં ન લેવાય તે સામાજિક નિયમે શેને માટે છે? વળી વ્યક્તિના સુખને નામે તેનામાં સ્વછંદ વધવા ન જ દેવાય, તેમાં તેનું જ હિત નથી. અને તે સ્ત્રીપુરૂસંબંધ એ જીવનનું એક અંગ માત્ર છે. જીવનમાં તેથી વિશેષ ધણુંય છે અને તે એકને જ માટે સમગ્ર જીવનને વિનાશ થવા ન જ દેવાય. છતાં એ અતિ પ્રબળ અને વેગવાન સંબંધ છે જેને અવગણી પણ ન જ શકાય. એટલે લગ્નસ્વરૂપ ગમે તેવું હોય, તે પણ તેમાં રહેલ વિરોધી તને વિચાર કરતાં, તેનાથી અસંતોષ તે સદાય રહેવાને. છતાં સમયે સમયે તે સ્વરૂપ, ઉપરનાં તો લક્ષ્યમાં રાખી, પલટાવી શકાય, પલટાવાં જોઈએ. આજે દાખલા તરીકે, પ્રતિલોમ લગ્નના નિષેધ કાંઈ અર્થ નથી, અનેકપની ત્વની કાયદેથી પણ છૂટ ન હોવી જોઈએ. બાળલગ્ન, વૃદ્ધલગ્ન, સંમતિ વિનાનાં લગ્ન, અસમાન વયનાં લગ્ન વગેરેને તે કોઈ સ્થાન જ નથી. વ્યવહારમાં તે બધાં અટકાવવામાં થડી મુશ્કેલી જણાય ત્યાં પણ, તે અનિષ્ટ છે, તે તે સ્વીકારવું જોઈએ અને તેને અટકાવવા દરેક પ્રયત્ન કરવો જોઈએ. લગ્નવિચ્છેદની કેટલાક સંજોગોમાં છૂટ આપીએ, તે પાપ નથી. પણ કાયદેથી છૂટ હોય તે પણ જાહેરમત એટલે જાગ્રત હોય કે તેને સ્વચ્છંદી ઉપયોગ ન થાય. વિધવાવિવાહ પ્રત્યેને અણગમે દૂર થી જોઈએ. આદર્શ તે આજીવન એક પતિ-પત્નીત્વને જ હોય. આર્યોએ પરિસ્થિતિ અનુસાર ઘણી જાતનાં લગ્નો અને પુત્રને કાયદેસર કરાવ્યાં, છતાં આદર્શ તે રામ-સીતાને જ આ અને આર્ય સમાજે અને સંસ્કૃતિએ પાંચ હજાર વર્ષથી તે આદર્શને પિતાને કર્યો છે.
બાકી તે કાલિદાસે કહ્યું છે તેમ દરેક લગ્ન વખતે (અથવા પછી) પ્રજાપતિને ગાળ સાંભળવાની રહેશે જ.
“સમાનયંત્રણમાં વપૂરો વિરચ થાર્થ ન જાતિઃ શાતિ ” એવું તે કયારેક જ બને.
અભિજ્ઞાનશાકુંતલ, અંક ૫.