SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તમારક] શેખચલ્લીની નિદા ન કરો ઊગ્યા વિના રહેતું નથી એ હું બરાબર સમજું છું. પછી અત્યારની દરિદ્રાવસ્થાને અંત નહિ જ આવે એમ શા માટે માનું? દરિદ્રતા ડોળા દુકાવતી હોય, ત્યારે આનંદી રહેવું બહુ કઠણ કાર્ય છે. પરંતુ જેને મનના ઘેડ દેડાવતાં આવડે છે, તેને માટે એ કઠણ નથી. “મનના ઘોડાની મારી વાત સાંભળીને તમે હસશે, મને શેખચલ્લીના જેવો ગાડે કહેશે, તે બધા મારા હવાઈ કિલ્લા છે એમ તમે માનશે, પરતુ હું તે માનું છું કે ભવિષ્યમાં તૈયાર થનારા ખરેખરા કિલ્લાને પાયે જ મારા મને છે. મારે છોકરે અંગ્રેજી છઠ્ઠી પડી ભણે છે તે તમે જાણો છે. તેના ઉપર અમે ખૂબ આશા બાંધી બેઠાં છીએ. તે એથી પડી ભણતો હતો ત્યાં સુધી તે સીધી રીતે બધા વિષયમાં પાસ થત નહે, પણ તેની ઉપર અમે કેવા મનોરથ ધડતાં હતાં, એ વાત એકવાર તેની બાએ તેને આસ્તેથી કહી. બિચારે બહુજ નરમ દિલને છાકરે છે. પાંચમી ચોપડીમાં તે આવ્યું અને પહેલે નંબરે પસાર થયે, વળી ઑલરશીપ પણ મેળવી. હવે તેની ઉપર અમે વધુ મેટાં અનેરા ઉઠાવીએ, તે તેમાં કાંઈ નવાઈ નથી.” એ મિત્રની સમાધાની વૃત્તિની પાછળ કટલું મેટું તત્વજ્ઞાન હતું તેની મને જરા પણ કલ્પના નહોતી, પણ તેણે ત્યાર પછી જે કહ્યું તે વધારે મહત્ત્વનું છે. આંખમાં આંસુ આણીને તેણે કહ્યું: “એકવાર મેં બની રીતે મારા છોકરાની નોંધપોથીનાં બે પાનાં વાંચ્યાં. પોતાનાં માબાપ પિતા પર કેવી આશા બાંધી બેઠાં છે અને તેમના મનોરથ સફળ કરવાને પિતિ કેટલી મહેનત કરવી જોઈએ તે વિષે તેણે નોંધપેથીમાં લખ્યું હતું. મને તે વાંચીને કેવું લાગ્યું હશે? એટલી નાની વયના છોકરા ઉપર હું બે લાદી રહ્યો છું એમ મને લાગ્યું અને મને મારી જાત પર ગુસ્સે આવ્યું, તે સાથે આનંદ પણ થયે કે છેકરે કેટલે માતૃ-પિતૃ ભક્ત છે! હવે હું મારાં ભાવિ સુખી જીવનનાં ચિત્રો જોઉં છું અને મને આનંદ તથા સંતોષને અનુભવ થાય છે. મનના ઘેડા દેડાવનારે હું શખચલ્લી જ છું ને?” જે એ મિત્રને શેખચલ્લી કહીએ, તે જગતનાં બધાં માતાપિતાને શેખચલ્લી જ કહેવાં પડે. પિતાનાં બાળકો માટે મેટી આશાઓ બાંધીને આનંદમાં દિવસે ન ગાળનારાં માબાપ હોય છે ખરાં? - મનર ઘડવા નહિ, મને રાજ્ય એ હવાઈ કિલ્લો છે, તે નિષ્ફળ છે, નિષ્પગી છે એમ કહેનારાઓ ભલે કહ્યા કરે, પણ તે નિષ્ફળ નથી, નિષ્ફળ થાય તે પણ નિગી નથી. મને રથની અંદર જ તેજસ્વી ભવિષ્યને પાય રહેલું હોય છે. પ્રજાનાં ભાવિને આધાર તરણ ઉપર રહેલો છે એમ મનાય છે. કારણ કે મનેર તણસુલભ હોય છે, તેમનાં મને રાજ્યોમાં આશાનાં બીજ હોય છે અને એ બીજમાં મરાં ભાવિ રાજ્યના અંકર છપાઈ રહેલાં હોય છે. જીજાબાઈ બાલશિવાજીનું હાલરડું ગાતી હતી ત્યારે તે ભવિષ્યના ગબ્રાહ્મણપ્રતિપાળ શિવાજી મહારાજને જ પિતાના મનોરથદ્વારા જોઈ રહી હતી; પનીની અવગણના કરીને તેને ત્યજી દેનાર તેને પતિ તેના મને જાણતા હતા તે કદાચ તેને શેખચલ્લી કહીને હસ્ય પણ હોત, પણ આપણે જાણીએ છીએ કે જીજાબાઇનું મનોરાજ્ય જ પલટાઈને શિવાજીની સાચી પાદશાહીરૂપ બન્યું હતું. તાત્પર્ય એ છે કે મને રાજ્ય ઘડતાં આવડ્યા વિના ખરું કાર્ય થઈ શકતું નથી; સૌ કોઈ રાજા-મહારાજા થતા નથી, સર્વની આશા-ઈચ્છા પાર પડતી નથી, એટલે જ કેટલીક વસ્તુઓ કેવળ કલ્પનાથી જ પ્રાપ્ત કરી લેવાની હોય છે. જેને સુંદર મનોરથ પણ ઘડતાં આવડતું નથી, તેના જેવો કોઈ દરિદ્ર નથી અને શેખચલ્લીની હમેશાં નિંદા કરનારના જેવો કઈ મૂર્ખ નથી.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy