________________
રજત-૨મારક] ભારતવર્ષના ચાર મહાપુરુષે
૧૫ નીકળી છે તે ગૌતમ રવામીના પ્રશ્નોત્તરરૂપે નીકળી છે. પ્રભુ મહાવીરને પિતાના વિચારોને પ્રચાર કરવાનો મેહ ન હતું. એથી મહાવીરને પ્રચારક કહી શકાય નહિ.
બદ્ધ પતિ પ્રચારક હતા. તેમણે ચારે તરફ ફરીને ખૂબ પ્રચાર કર્યો છે. આજે લેકે બુદ્ધના જીવન સંબંધમાં અને સિદ્ધાતિના સંબંધમાં જેટલું જાણે છે તેટલું મહાવીરના સંબંધમાં જાણતા નથી. આજે પણ હિન્દુસ્તાન બહાર તિબેટ, ચીન, જાપાન વગેરે દેશમાં બૌદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામેલ છે. બુદ્ધના સાધુઓ ખાવાખાવ, પિયારેય વિચાર ભૂલ્યા છે, છતાં તેઓ આજે પણ ખૂબ પ્રચાર કરી રહ્યા છે.
શ્રી મહાવીરના ધર્મને પાળનારાઓની સંખ્યા બહુજ છેડી છે. તેમાં પણ આજે મહાવીરના સાધુઓમાં પ્રચારક ભાવના બીલકુલ નથી.
શ્રી રામના જીવનમાં બાહ્ય અલૌકિક ધટનાઓ બહુજ ઓછી છે. રામ નીતિમાં, એકપત્નીવ્રતમાં અને બધુપ્રેમ વગેરે સદગુણોમાં ખૂબ વખણાયા છે. પિતાની આજ્ઞા શિરોધાર્ય માની શાંતિથી વનવાસ ભોગવ્યો છે. રામે રાવણ સિવાય બીજાઓ સાથે યુદ્ધ કરેલ નથી. એમના સત્વગુણપ્રધાન વ્યક્તિત્વની છાપ લો ઉપર ખૂબ પડેલી છે.
શ્રીકષણનું જીવન બાહ્ય અલૌકિક ઘટનાઓથી ભરેલું છે. સામ, દામ, દંડ, ભેદમાં આ પુરુષ કુશળ હતા. વિલાસી જીવન અલૌકિક હતું. છતાં ખરા તત્વવેત્તા કૃષ્ણના ભકતિએ કૃષ્ણના સ્વરૂપને ઉત્તમ કટીનું વિચાર્યું છે.
ભારત વર્ષના ચાર મહાપુરુષોના જીવન સંબંધમાં એમના જીવન સાથે જોડાયેલી બાહ્ય અલૌકિક ઘટનાઓ ને એક કેરે રાખી એમનું આંતરજીવન કેટલું પવિત્ર અલિપ્ત હતું અને તેઓએ પિતાના જીવનની સાર્થકતા કયા ધ્યેયથી કરી છે, જોકકલ્યાણ તેઓએ કેવી રીતે કર્યું છે એએને આત્મા કે મહાન હતો એજ આપણે વિચારવાનું અને ગ્રહણ કરવાનું છે, તેમાં જ આપણું હિત છે.
અહિંસા, સંયમ અને તરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે,
–દશવૈકાલિક સત્ર જ્ઞાનીના જ્ઞાનના સાર અજ છે કે તે કોઇની હિંસા કરતા નથી અને અહિંસાના સિદ્ધાન્ત પણ “કાઇની હિંસા ન કરવી' એ જ છે.
-સૂયગડાંગ લ.
આ અવનિ ઉપર વરવાળીને વર શાંત કરી શકાતાં નથી, પરંતુ અવેરદ્વારા જ વરની શાંતિ થાય છે, એ જ સનાતન ધર્મ છે,
-કમપદ.
બધે સમભાવ રાખનારે કેમ પતાને તમાત્રમાં અને તમાત્રને પાતામાં જુએ છે.
–શ્રી મધુભગવદગીતા