________________
માણ
રજતમારા ] આપણું દય-સુખ, શાંતિ, આનંદ
આપણામાં રૂઢિચુસ્તતા એટલી પ્રબળ હોય છે કે જેને આપણે વિચારવાન, ભણેલા અને કેળવાયેલા કહીએ છીએ અને ગણીએ છીએ, તેઓમાંને પણ મોટે ભાગે આવા પ્રવાહમાં વગર વિચાર્યું હિંમત અને મક્કમપણાના અભાવથી અગર અપ્રિયતાના ભયથી ખેચાયે જાય છે અને જ્યારે આવા માણસને પણ રૂટિબંધનેને ગાને વધુ મજબુત બનાવવામાં પિતાને ખીલે જોરથી ઠેકતા જોઈએ છીએ, ત્યારે ખરેખર ગ્લાનિ થયા વગર રહેતી નથી અને ઘણીવાર એમ જ લાગે છે કે આપણી જે કેળવણું છે, તે પણ માત્ર ઉપર ઉપરની હેય છે અને મનુષ્યના અંતરમાં જે વિવેક, વિચારશક્તિ તથા તે પ્રમાણે વર્તવાનું બળ કેળવાવું જોઈએ, તેમાંનું ઘણું થયું દેખાય છે અને ગતાનુગતિકની માફક તેઓ પણ બીજાઓની પેઠે વગર સમજથી દુઃખના ભંગ બનતા જોવામાં આવે છે.
ટુંકામાં આ લેખને હેતુ એક જ છે, કે માણસે પિતાના દરેક આચારને વિચારપૂર્વક વિચારી જેવો જોઈએ અને પિતાનું જે સુખ, શાંતિ અને આનંદનું ધ્યેય છે, તે તરફ પિતાના આચાર તથા વિચાર દેરી જાય છે કે નહીં, તેનું ખૂબ અધ્યયન કરી, તેને અનુકૂળ વતવાની હિંમત અને મક્કમતા કેળવવી જોઈએ, તે સિવાય આપણ દુઃખ અને મુશ્કેલીને બીજે ઉપાય નથી.
આપણે રાક, કપડાં, લમવહેવાર, શારીરિક તથા માનસિક કેળવણી તથા ધાર્મિક રીતરિવાજે અને રહેણીકરણ વગેરે તમામ આ દૃષ્ટિથી અવલોકન માગે છે અને આપણા ધ્યેયને ધ્યાનમાં રાખી તે પ્રમાણે વર્તવાની હિંમત કેળવવી જોઈએ.
જ્યાં સુધી દરરોજ આમ ફેરફાર થતી અને બદલાતી દુનિયામાં તેવી હિંમત કેળવીશું નહીં, ત્યાંસુધી કદી પણ એક પ્રજા તરીકે આપણે આગળ આવી શકવાના નથી. બીજા કેઈ આપણને આગળ લાવશે અને આપણે ઉદ્ધાર કરશે, અવી વ્યર્ય આશાઓ સેવવાથી કાંઈ વળવાનું નથી.
આપણે આપણું બરાકમાં પૌષ્ટિક તને ઘણે નાશ કરીએ છીએ, ઘણા પૈસા ખચી થાડામાં થયું તત્વ મેળવીએ છીએ અને પાચનશક્તિ ઉપર નકામે ભાર લાદી, તેને બગાડી નાંખી, આખરે તંદુરસ્તીને નાશ કરીએ છીએ. કેશનમાં આપણે ઘણાં પૌષ્ટિક તો ખાતાજ નથી, અગર ફેકી દઈએ છીએ, તે જ પ્રમાણે આપણે કપડાંમાં પણ ઘણું વગર વિચાર્યું ખર્ચ કરી નાંખીને, શરીરને જે દરેક ઋતુમાં રક્ષણ હેતુ છે, તેની તરફ નહીં જોતાં, બાહ્ય દૃષ્ટિ કેળવીએ છીએ.
આપણા કુટુંબની વ્યવસ્થામાં જે સારા ત હતાં, તે ઘણાંખરાં નાશ પામતાં જાય છે અને ઘણે ઠેકાણે એકત્ર કુટુંબ એક આશીર્વાદ થવાને બદલે મહા દુઃખ અને સંતાપનું કારણ થઈ જાય છે; વળી આપણે જુદા થઈએ છીએ, ત્યારે પણ સમૂહમાં એકદલથી અને પ્રામાણિકપણે અને સેવાભાવથી કામ કરતાં ભૂલી ગયા છીએ અને તેથી જ આપણું સંધબળ કેળવાતું નથી, અને છિન્ન ભિન્ન દશામાં વ્યક્તિ તરીકે તથા સમાજ તરીકે ઘણું સહન કરીએ છીએ. સમસ્તિમાં વ્યક્તિને સમાવી દેતાં વ્યક્તિ સમસ્ત માટે છે એ વિચાર ભૂલી જઈએ છીએ, તેમ સમસ્તિ વ્યક્તિ માટે છે, તે પણ ભૂલી રાગ દ્વેષ કેળવીએ છીએ. આપણો લગ્નવહેવાર પણ, સુખી અને સંતોષી જેડાં જેમ બને તેમ ાં થાય અને ભવિષ્યમાં ઉત્તરોત્તર નિર્બળ પ્રજા થાય, તેવી રીતે ઘણીવાર ચાલે છે અને લગ્નનું ધ્યેય પણ ગૌણ ગણું, બીજી સગવડ તથા સુખને વિચાર રાખી એ વહેવાર ચલાવીએ છીએ; કેળવણીમાં પણ નાહક ઘણુ મહેનત, પૈસા અને વખત બરબાદ કરવામાં આવે છે, તેમજ ધાર્મિક કેળવણી પણ માત્ર મૌખિક અને હૃદયની શન્યતામાં પરિણમે એવી ચાલે છે.
આપણા ધર્મમાં તપ અને સંયમ કેળવવાને ઘણી ઘણી જાતના તપ અને સંચમેના પ્રવેગે છે, પણ તેના શુભ હેતુઓને ઉથલાવી નાખી તેને પણ દંભ, અહંકાર, અને માનને પોષવાના સાધનમાં ફેરવી