SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫. અમીચં છે. રાહ ત્ર છે, વઘાલય શ્યૂને તેમાં એક જ વાત મુખ્ય મુદ્દાની છે કે આપણે મનથી જેવી ઈચ્છા રાખીએ અને આપણી કલ્પનામાં રમીએ એવી દુનિયા થતી નથી, પણ આપણે જ દુનિયાને અનુકૂળ થવું એમાંજ મેટા સુખ અને શાંતિની છુપી ચાવી સમાયેલી છે. દરેક ધર્મ અને દરેક આધ્યાત્મિક પીલામેશી મનુષ્યના આત્માને શાંતિ અને સુખ આપવા રચવામાં આવ્યાં છે અને તેના નિયમો, ધારણા અને ક્રિયાએ તે સમયના અનુષ્યોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી રચવામાં આવેલાં હાય છે, તેમજ આપણા સાંસારિક રિવાજો, રૂઢિઓ, અને વહેવારિક નિયમો પણ તે હેતુથી રચવામાં આવેલાં હાય છે. પણ દેશ, કાળ અને સંજોગામાં ઘણા ભારી પરિવર્તના થતાં આવે છે અને થયા કરે છે, એટલે અમુક સંજોગામાં જે વસ્તુ સારી અને ઉત્તમ હોય, તે ખીજા સંળંગામાં પ્રતિકૂળ થાય, એટલું જ નહીં પણ કેટલીક વાર મહા અનર્થનું મૂળ થાય. અમુક હેતુસારુ અમુક વસ્તુ સ્વીકારવામાં આવી હોય અને તે હેતુના નાશ થયા છતાં, તે વસ્તુ ચાલુ રાખવી, એ શક્તિના અને દ્રવ્યના ખાટા વ્યય છે, ધર્મ અને રૂઢિઓમાં કેટલીક વાત સિદ્ધાંતની હાય છે, તેમાં ફેરફાર થતા નથી અને કરવાની જરૂર હોતી નથી, પણ તે સિદ્ધાંતને અમલમાં મૂકવા સારુ અગર તેને અનુલક્ષીને જે કેટલીક ક્રિયા અને રૂઢિ દાખલ કરેલી હાય, તેમાં સંજોગ વશાત વખતોવખત ફેરફાર કરવાની જરૂર છે અને જે સમાજ અગર પ્રજા આવા ફેરફાર સમજીને તાત્કાલિક કરે છે અને તે ઉપરાંત ભવિષ્યના પણ વિચાર કરી ફેરફાર આગળથી પણ કરે છે, તે સમાજ જીવતા જાગતા ગણાય છે અને સમયના પ્રવાહ સાથે તે પોતાની હયાતી અને સુખસમૃદ્ધિ રાખી રોકે છે. પણ જે સમાજ અગર પ્રજા અગર વર્ગ જડ છે અને વગર સમજ્યે જાની શઢને પકડી રાખે છે, તેમની પડતી અને અધાતિ થાય છે. આ સત્ય જ્યારે બરોબર સમવામાં આવે અને સમાજમાં, ધર્મના રીતરિવાજોમાં અને અનેક પ્રકારના વહેવાર અને રૂઢિઓમાં સમયપ્રમાણે દી દષ્ટિથી ફેરફાર કરી વર્તવામાં આવે, તો દુઃખ, સંતાપ અને પસ્તાવા, એ બધું આછું થઈ જાય છે અને નવચેતન, સુખ, શાંતિ અને આનંદ પ્રગટ થાય છે; એટલે આપણે એ નિયમ સ્વીકારીએ ક સૈદ્ધાંતિક બાબત, જે ત્રણ કાળમાં અબાધિત સત્ય છે, તેને લક્ષમાં રાખીને, જે કાંઈ ફેરફારા કરવા જરૂરના હોય, તે એક સદા સાવધ મનુષ્યની માધુક સમાજ પણ ફેરાફાર કરી લે, તે તે જ જીવન છે, તે જ ચેતન છે અને તેનું જ નામ ઉન્નત સમાજ હાઈ શકે. હવે આપણે આપણા અનેક ક્ષેત્રમાં વગર સમજ્યે નુકશાનકારક રૂઢિને પાત્રતા આવ્યા છીએ અને તેમાં ફેરફાર કરવાની હિમ્મત અને વૃત્તિ ધરાવતા નથી, ત્યાંસુધી આપણે દુઃખ અને પશ્ચાત્તાપ જ રહેવાનાં, માટે જેને (Adaptability) સુધારકનૃત્તિ કહેવામાં આવે છે, તે વમર કાઈ સમાજ ઉન્નત દશામાં રહી શકે નહીં. જેમ સમાજમાં અજ્ઞાનતા વધારે તેમ સમયાનુસારની સુધારકવૃત્તિ સામે વધારે વિધિ રહે છે અને તે એટલા બધા કાઈ કાઈ સંજોગામાં હાય છે કે તે જાણી, જરૂર પામરતા ઉપર ધૃણા અને ક્રૉંધ થવાને બદલે દયા જ આવે. અમુક જાતનાં કપડાં પહેરવાં, અમુક જ રીતે અમુક ક્રિયા કરવાની, મૂછ અને માથાના વાળ પણ અમુક રીતે અને અમુક સમયે રૂઢિ મુજબ રાખવા અને કઢાવવા, તે ઉપરાંત લગ્ન, વિવાહ, ત્યાં જમવું, જમાડવું તે બધામાં એવી રૂઢિને આંધળિયા કરી, માન આપી વર્તવાનું હોય છે કે જેના પરિણામે માણુસની સ્વતંત્ર વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે અને તે આગળ ચાલતા જ નથી. આ બધાનું એક મોટું કારણ એ પણ છે કે ખીજા દેશે અને ત્યાંની પ્રજાએ સાથે આપણા સંપર્ક ધણી એ છે, દરિયાપારના દેશમાં મુસાફરી ઘણા ઓછા લોકો કરે છે અથવા કરી શકે છે અને કેળવણીનેા પણ અભાવ હોય છે, જેથી માણુમા નજરે ઈને અથવા વાંચી, વિચારીને પણ પેાતાના આચારવિચારના સમય પ્રમાણે બુદ્ધિપૂર્વક ફેરફાર કરી પાતાનું જીવન સુખી બનાવી શકતા નથી.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy