________________
રજતમારક]
જીવતે અનેકાન્ત
જાતને છુપ રસ વહે અને જાહેરમાં તે લધુતા દારા પિતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડનમંડન ને વાદવિવાદ જન્મે.
આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણી મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્વાદ એ બન્ને શબ્દો અત્યારે સામાન્યરીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈને જ નહિ પણ જનેતર સમજદાર લેકે પણ જેના દર્શનને-જૈન સંપ્રદાયને અનેકાંત દર્શન કે અનેકાંત સંપ્રદાય તરીકે ઓળખે-ઓળખાવે છે. હમેશાથી જૈન લેકે પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વરતુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમજ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહિં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અને તેનું જીવિતપણું એટલે શું? તેમજ એ જીવતે અનેકાંત આપણે જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ કયારેય હતા ને અત્યારે પણ છે?
અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસરાક્ષ છેજ્ઞાનના વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધુરી બાજુથી જેવા ના પાડે છે અને શકય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતેથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વકાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેને પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અનેકાંતનું જીવિતપણે અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણ અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના છે તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું જીવિતપણું એમાં છે કે તે જેમ બીજા વિયેને બધી બાજુથી તટસ્થપણે જેવા વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણા વિષે પણ ખુલ્લા મનથી જ વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણે અને તટસ્થપણું, તેટલું જ અનેકાન્તનું બળ કે જીવન.
જે અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કોઈ પણ બંધને સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસપણે એને વિષે વિચાર કરવો જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ અને કાંઈક નીચે પ્રમાણે ઉદ્ભવે ખરા.
૧ શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તક અને અનુયાયીઓમાં જ હતી અને છે કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયના પ્રવર્તક અને અનુયાયીઓમાં પણ એ પ્રવર્તી છે અગર પ્રવતી શકે?
૨ પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગને ગમે તેટલે ભેદ હોવા છતાં જે વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કોઈ જૈનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકે કે અનુયાયીઓમાં હોય અને તે આપણને પ્રમાણથી સાચું લાગે, તો તેને તેટલા જ આદરથી સ્વીકાર કરે કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી?
૩ અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલને પિષાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવનમાં બીજા સંપ્રદાય કરતાં વધારે પ્રમાણમાં ઉતર્યો ન હોય, તે જૈન લોકોને અનેકાંત વિષે ગૌરવ લેવાને કાંઈ કારણ છે? અથવા અનેકાંત વિષે ગૌરવ લેવું એટલે શું?
બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું “ગમે તે સાંપ્રદાયિક મનને જૈન હશે તેય એમ તે ભાગ્યે જ કહેશે કે જૈન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય, તે તેને સ્વીકાર કરતાં, તેને આદર કરતાં અચકાવું એ પણ કોઈ