________________
સને ૧૯૧૨–૧૦]
પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
આવી રીતે આ સંસ્થાના ૨૫ વર્ષના ઇતિહાસ પૂરા થાય છે. તારામાગમાં ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાર્થીથી શરૂ થયેલી સંસ્થા પચીશ વર્ષની આખરે પથ્થરના મેાટા મકાનવાળી, મંદિર અને મધ્યગૃહવાળી, પુસ્તકાલય અને લેાજનાલયવાળી બની છે, એના ખાળકા અત્યારે ઠામઠામ સમાજને ઊજળી ખનાવતા રહ્યા છે, એના પુત્રો અત્યારે માટા જવાબદાર હેાદ્દાઓ ભાગવતા જોવામાં આવે છે, એના સાહિત્ય પુસ્તકો અત્યારે જનતાને વલ્લભ થઈ પડ્યા છે, એના સેવકે અત્યારે ઠામઠામ આરેાગ્યની રક્ષા કરી રહ્યા છે, એના જ્ઞાનગુંજારવના પ્રકાશ ઠામઠામ પડતા રહ્યા છે અને એને વિશ્વવિદ્યાલય મનાવવાના મંડાણુ મંડાઈ ચૂક્યા છે. આ સર્વેમાં સ્થાપવાની ભાવના ધરનાર આચાર્યશ્રીનું બ્રહ્મચર્યતેજ અને શુભઆંદોલનો, કાર્યવાહકોની સતત ચીવટ, વિદ્યાર્થીવર્ગની એકંદરે સારી વર્તના અને સહાયક વર્ગની ઉદારતા કારણરૂપ છે. આ ઇતિહાસથી જે આપને એકંદરે સંતેષ થાય તે તન મન ધનથી એને સહાય કરી આના કરતાં હજાર ગણા સારા ઇતિહાસ એ સામાજિક નૈતિક અને ધાર્મિક દૃષ્ટિએ સુવર્ણ મહોત્સવ પ્રસંગે બતાવે એવી સ્થિતિમાં એને મૂકશે. એના નામમાં ઓજસ છે, એના કાર્યમાં તેજ છે, એના પ્રવેશદ્વારમાં દેવી સરસ્વતી બિરાજ્યા છે, એના સુખડાપર ચૌદ સ્વપ્ન અને અષ્ટ મંગળ છે, એના શિખરપર એ દિશાએ ધર્મધ્વજ બિરાજે છે અને એના વાતાવરણમાં શાંતિ સ્વૈર્ય અને સુશીલતા છે. માટે પ્રથમ વર્ષે પ્રથમ મંગળમાં ગાયું હતું તે જ ગાઈ આપણું વિરમીએ.~~
તાં.
આશ પૂરા શ્રી મહાવીર સ્વામી.
જૈન પ્રજાના ઉદ્ભય થયા છે,
ઘેાર નિશા અવિદ્યાની વાસી, આશ પૂરા શ્રી મહાવીર સ્વામી.