________________
-
S
મુનિ ચારિત્રવિજ્યજી
[મ. જે. વિદ્યાલય
કશશુના સંબંધમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે એકવાર યમુના નદીના કિનારે વ્રજમાં આગ લાગી એ ભયંકર અગ્નિથી તમામ વ્રજવાસી ગભરાઈ ઊઠ્યા. તે વખતે શ્રીકૃષ્ણ આવીને અગ્નિનું પાન કરી વ્રજમાં શાંતિ ફેલાવી.
એક્વાર મહાવીર પ્રભુ શત ઋતુમાં ધ્યાનમાં ઊભા હતા. તે વખતે પ્રભુના પૂર્વભવની અપમાનિતી સ્ત્રી મરીને વ્યંતરી થઈ છે, તે કટપૂતના નામની વ્યંતરીએ આવીને પૂર્વભવનું રિ સ્મરી પ્રભુમાથે ખૂબ પાણી છાંટી કષ્ટ આપ્યું. પરંતુ પ્રભુ ચલાયમાન થયા નહિ. તે જોઈ વ્યંતરી શાંત થઈ પ્રભુને ક્ષમાવી ચાલતી થઈ
- કૃષ્ણના સંબંધમાં પણ એને મળો ઉલ્લેખ છે કે કૃષ્ણને નાશ કરવા કણે પૂતના નામની રાક્ષસીને વ્રજમાં મેકેિલાવી. એ રાક્ષસીએ કૃષ્ણને વિષમયે સ્તનપાન કરાવ્યું છતાં કૃષ્ણને કાંઈ ન થયું.
આવી સામ્ય ધરાવતી ઘટનાઓ શ્રી મહાવીર અને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી છે. એમાં કોણ સાચે અને કોણ ખેટો, એ સંબંધી નિર્ણય અમો આપવા નથી માનતા. તે કાળમાં એવી ઘટનાઓ મહાપુરુષના જીવન સાથે જોડાયેલી જોઈ લેકમાં તે ધટનાઓને વધારે આદર અપાતે હશે. આજે પણ આવી ઘટનાઓ સાંભળી ઘણા છો આશ્ચર્યમુગ્ધ બને છે. આપણે તે અહીં એજ વિવેક કરવાનો છે કે તેમના જીવનનું ધ્યેય શું હતું. મહાવીરનું જીવન કૃષ્ણના જીવનથી તદ્દન નિરાલું હતું. કૃષ્ણ વિલાસી હતા, યુદ્ધમાં કુશળ હતા, નીતિન હતા, અને રાજ્યકર્તા પુરુષ હતા. છતાં તેઓને આ બધાથી બ્રાહ્મણશાસ્ત્રોમાં અલિપ્ત માન્યા છે.
શ્રી મહાવીરે બાળ અવસ્થા પછી સાધક અવસ્થામાં પિતે કેવાં ક સહન કર્યા છે. છતાં રાતદિવસ જેએ ધ્યાનથી ચૂક્યા નથી. જેઓએ શત્રુ મિત્રને, સુખ દુઃખને સમ માન્યા છે, એવા પ્રભુ કયા ધ્યેયને માટે આ બધું સહન કરી રહ્યા હતા એ આપણે શોધવા વિચારવાની જરૂર છે. ખરી સાધક અવસ્થા આવા વિચારોથીજ આવે છે બાકી બાહ્ય ઘટનાના ચમત્કારો એ બાહ્ય વસ્તુ છે. એની સાથે પ્રભુને કે પ્રભુના ધ્યેયને કોઈ સંબંધ નથી. વીતરાગ પ્રભુને આવા બાહ્ય શૃંગારોથી ઓળખાવવા અગર ઓળખવા એ નરી અજ્ઞાનતા છે. જેમ કેઈ સુંદરી લાવણ્યથી ભરપૂર હોય છૂટા કેશે પાણીથી નીતરતાં વચ્ચે સરોવરને કિનારે ઉભી હોય તેને જોઈ કેટલાકે એના બાહ્ય નૈસર્ગિક સૌંદર્યને વખાણે છે અને કેટલાક તેજ સુંદરીએ સોળે શૃંગાર સજ્યા હોય તે વખતના એના સંદર્યને પ્રશંસે છે. ધારે કે તે સ્ત્રી મુંગી હોય કાને બહેરી હેય, તે આ બધી પ્રશંસા ઉપર પાણી ફરી વળે કે નહિ ? માટે સ્ત્રીનું ખરું સૌંદર્ય એની મંજુલ ભાષા, એનું સ્મિતહાસ્ય એની નમ્રતા અને પ્રેમળ સ્વભાવ, કાર્યદક્ષતા વગેરે ગુણેમાંજ રહેલું છે.
પ્રભુના જીવનના બાહ્ય આદર્શોમાં ખરી પ્રભુતા નથી. ખરી પ્રભુતા તે પ્રભુની વિશાળ હૃદયની ભાવનામાં છે. એમની સમદષ્ટિમાં છે, ધ્યેયને પ્રાપ્ત કરવાની શક્તિમાં છેએમના સુંદર મનેબલમાં છે. માટે આપણે જીવનની બાહ્ય ઘટનાઓમાં ન મુંઝાઈ રહેતાં પ્રભુના ખરા સ્વરૂપને સમજવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
આજે કઈ વિદ્વાન મહાવીરનું ચરિત્ર લખે તે તે મહાવીરમાં ખરી પ્રભુતા શી શી હતી? એજ બતાવવાનો પ્રયત્ન કરે. બાકી જે અલોકિક દૈવિક ઘટનાઓના પ્રસંગે એમના જીવન સાથે જોડી દેવામાં આવ્યા છે તેને કેઈવિદ્વાનની કલમ સ્પર્શ કરેજ નહિ.
શ્રી મહાવીર સર્વત હતા. વીતરાગ હતા. એઓ જે ઉપદેશ આપતા તે માત્ર પિતાના તીર્થંકરનામકર્મના ઉદયને ક્ષય કરવા માટેજ આપતા. એમના મુખમાંથી ભાવિક અને બીજી જે જે વાત