SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષપ્ત અહેવાલ પ આવી રીતે જૈન કામના ઉદાર દીલના બંધુએએ આ નવયુગની સામાજિક સંસ્થાને લાખા રૂપી આપ્યા છે અને તે રકમેાની મદદથી એણે રિફંડ મેળવી, ભાડું ઉપજાવી, વ્યાજ ઉપજાવી એમાં વધારા કર્યાં છે. લવાજમ ભેટ અને ફંડાની રકમના સરવાળા મોટા થાય છે, પણ તે પચીશ વરસના છે એ રકમ યાગ્ય ગણાય, પણ જૈન સમાજની કેળવણીની ભૂખ જોતાં આછી ગણાય. સંસ્થા માગ્યા કરે છે અને કરશે, છતાં જૈન કામે તેને જે મદદ કરી છે, વગર સંકોચે હાથ લંમાન્યા છે તે માટે તેના આભાર માનવાના જ રહે છે, પારસી કામ સિવાય બીજી કોઈ કામ આવા ઉદારતાના સતત ઝરાની આશા ન રાખે. અમે માગીએ, પ્રેરણામાટે કોઈ વાર ચીમકી પણ લગાવીએ, અને કેઈ વાર ગૃહસ્થ વર્ગની ટીકાપણુ કરી બેસીએ, પણ છતાં જૈન કામ ઉદાર છે, કદરદાન છે અને આપવામાં પાછું વાળી જોતી નથી એ તા વગર સંકાચે સ્વીકાર કર્યા વગર રહેવાય તેમ નથી. હવ્વુ ધણું માગણું અને તમે આપશે તેની ખાતરી છે. કરેલ દાન માટે આભાર માનવાના છે અને આનંદેર્મિ બતાવવાના આ પ્રસંગ છેઃ ખરચ. -- સંસ્થાના ખર્ચના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાય : (૧) બહુારના ખર્ચે, કાલેજમાં અભ્યાસની ફ્રી, પુસ્તક ખર્ચ, ધાર્મિક શિક્ષણ, (૨) અંદરના ખર્ચે : ભાજન ખર્ચ, રીડીંગ રૂમ, ગેમ્સ, દવા, દિવાબત્તી, બિછાના વિગેરે. (૩) વહીવટી ખર્ચ : જેમાં પગાર, સ્ટેજ, એડિટ, દેરાસર ખર્ચ, છપાપણી, સ્ટેશનરી અને ટેલીફોન વિગેરેના ખર્ચના સમાવેશ થાય છે. આ ઉપરાંત બહારગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીને લેાન આપી તેની વિગત અલગ છે. તે ઉપરથી જોવામાં આવશે કે પ્રથમ વર્ષમાં ફીના ખર્ચ રૂા. ૧૮૮૧-૫-૩ થયા હતા તે પચીશમા વર્ષમાં વધીને રૂા. ૨૭,૬૩૦-૯-૯ થયા છે. આની સામે અંદરના ખર્ચ સરખાવતાં જણાય છે કે એ પ્રથમના વર્ષમાં રૂા. ૪૬૯૩–૯–૮ હતા તે વધીને પચીશમા વર્ષમાં રૂા. ૧૬,૧૪૪–૧–૧૦ થયા છે. ભાજનખચ પ્રમાણમાં વધ્યા નથી, પણ ી પુસ્તકના ખર્ચ, ઘણા વચ્ચે છે. એકંદર ખર્ચ દર વર્ષે વધતાજ જાય છે તે સાથેના આંકડા પરથી જોવામાં આવશે. ઉપર જણાવેલા ત્રણ ખાખાને અંગે પચીશ વર્ષમાં કુલ ખર્ચ રૂા. ૭,૮૫,૭૬૪-૧૫–૨ થયા છૅ. તેમાંથી પેઇંગ અને ટ્રસ્ટ ખરડાની ફ્રીઝના રૂા. ૧,૦૫,૮૪૪-૧-૮ બાદ કરતાં રૂા. ૬,૭૯,૯૨૦૧૩-૬ કુલ ખર્ચ થયા તેની સામે લેન ખાતામાં રૂા. ૫,૩૬,૯૨૫-૮-૫ મંડાયા છે. એટલે ખચ કરતાં લાન ઓછી રકમની લેવામાં-માંડવામાં આવે છે તે સ્પષ્ટ થશે. +
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy