SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-હકુ પૂરતા લાભ લે છે. આ પત્રા તથા માસિકા વગેરેમાં ઘટતા ફેરફાર વખતે વખત થાય છે. એને અંગે સરેરાશ ૨૦૦ રૂપીઆનું વાર્ષિક ખર્ચ આવે છે. પચીશમા વર્ષની આખરે રીડિંગરૂમમાં કયા પત્રા આવતાં હતાં તેનું પત્રક પરિશિષ્ટમાં આપ્યું છે. વાચનાલય પર દેખરેખ વિદ્યાર્થીઓ રાખે છે . અને સામાન્ય દેખરેખ સુપરિન્ટેન્ડન્ટની રહે છે. વાચનાલય માટે આનંદની વાત એ છે કે એમાં આવતા પત્રા માસિકા વગેરેની સ્થિતિ જોતાં એના ખૂબ ઉપયોગ થતા હાય એમ લાગે છે. એને અંગે શેકની વાત એ છે કે કેટલાક માસિકામાંથી સારાં ચિત્રા ઘણીવાર ઈશદાપૂર્વક કપાઈ ગયેલાં જોવામાં આવે છે. કાલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પાસેથી આથી વધારે સારૂં વર્તન હેાવાની આશા રાખવામાં આવે, ો કે કોઈ વિદ્યાર્થી એ રીતે પત્રને ફાડતા કે બગાડતા જોવામાં આવ્યા નથી, કે તેવી બાબતમાં એક પણ પાર્ટ થયા નથી. નવીન સુંદર સામયિક કે માસિક પ્રકટ થાય તેને ફંડના પ્રમાણમાં વાચનાલયમાં સ્થાન આપવામાં આવે છે. મહાવીર સ્ટુડન્ટ્સ યુનિયન, આ મંડળની સ્થાપના સંસ્થાની શરૂઆતથી જ થઈ છે. વિદ્યાર્થીઓ અંદર અંદર જુદા જુદા વિભાગના મંત્રીઓની ચૂંટણી કરે છે અને આંતર વહિવટમાં પૂરતી સહાય કરે છે. મંડળના મંત્રીઓ સુશિક્ષિત વિદ્વાનેાને ભાષણા માટે અવારનવાર ખેલાવે છે અને જુદા જુદા વિષયા ઉપર અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ચર્ચા ગાઠવે છે. વિદ્યાર્થીઓ વચ્ચે અરસપરસના સંબંધ ખીલે અને તે લાગણી સદંતર રહે તેને માટે નવા નવા પ્રસંગેા ઊભા કરી તેને છૂટથી લાભ લે છે. પ્રવાસ એ કેળવણી તથા જીવનનું એક ઘડતર ગણાય, એ ખીનાએ હજી આપણું જૂજ અંશે ધ્યાન ખેંચ્યું છે. પાશ્ચિમાત્ય દેશોમાં આ વિષય મહત્ત્વના ગણાય છે. પ્રવાસને જરૂરી ઉત્તેજન આપવું ઘટિત છે, સ્થાનિક જોવાલાયક સ્થળાએ વિદ્યાર્થીઓ અવારનવાર જાય છે અને આવા પર્યટનમાં તેમને ઘણા રસ પડે છે અને ઘણું જાણવાનું મળે છે. સંસ્થા તરફથી ચેાજવામાં આવતા મેળાવડાઓમાં વિદ્યાર્થીઓના ઉત્સાહ પ્રશંસાપાત્ર છે. વતૃત્વશક્તિની ખીલવણી, પસ્પર સંગતિમાં સ્વશક્તિની કિંમત, જનસ્વભાવના અભ્યાસ અને સેવાભાવની એમાં જે લ્હાણ લેવાય છે તે જરૂર સમજવા ચેાગ્ય છે. વિદ્યાર્થીએ જાતે આવા પ્રસંગેા ઉપસ્થિત કરે એ વધારે આનંદની વાત છે. રાજકીય, સામાજિક, ધાર્મિક વિષયેા પર ભાષણશ્રેણીઓ ગાઠવાય છે. દરવર્ષે વકતૃત્વ તેમજ રમતગમતની હરીફાઇ ગેાઠવવામાં આવે છે. વિદ્યાથીમંડળમાં સાત ડા. નગીનદાસ શાહે નવું ચેતન રહ્યું હતું અને મંડળની પ્રવૃત્તિને વધુ વેગવંત બનાવી સને ૧૯૨૭ થી દર વર્ષે પ્રતિષ્ઠિત ગૃહસ્થને મંડળના પ્રમુખ ચૂંટવાની પ્રથા શરૂ કરી. આવા પ્રમુખેાની શુભ નામાવળી નીચે મુજબ છે. ૧૯૩૯ માં વિદ્યાર્થીમંડળને વધુ પ્રગતિમાન બનાવવા અંધારણુ ક્રીથી ઘડવામાં આવ્યું. હાલ મંડળના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ, એમ. એ., એલએલ. બી., સોલિસિટર છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy