________________
સને ૧૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ સંખ્યા અલ્પ હતી, પણ એ વખતે જે ધોરણ બંધાય તે કાયમી અસર કરે તેવું હતું. ઉપરાંત સંસ્થાના દફતરે કેવા રાખવા, શું શું છપાવવું, કયા ધોરણે કામ લેવું, સત્રના રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવા, કોઠારમાં જમે ઉધારનાં દફતરે કેવી રીતે અને રાખવાં, માલની આવક ખર્ચના રિપોર્ટ ન્ય. સ. તરફ કેવા આકારમાં રજૂ કરવા, દરરેજ ખેરાક શું આપ, ખરચ નિયમિત કેવી રીતે રાખવે, વિદ્યાર્થીને પૂરતું પૌષ્ટિક તત્વ મળે અને છતાં ખર્ચ હદમાં કેવી રીતે રહે, સાંજના જમણમાં દરરોજ ફેરફારે કેવી રીતના કરવા, હાજરીપત્રકો કેવા આકારમાં રાખવા, દેરાસરની પવિત્રતા કેવી રીતે જાળવવી વિગેરે અનેક વિગતેની રૂપરેષાઓ દેરવાની હતી. એ વખતથી સંસ્થાનું પુસ્તકાલય પણ શરૂ કરી દીધું હતું. તેનાં પત્ર તૈયાર કરવા વિગેરે ઘણી વિગતે કરવાની હતી. તેમણે તે કાર્ય ઘણી સફળતાથી કર્યું. વિદ્યાલયે શરૂઆતમાંજ જનતાને ચાહ મેળવે અને જનતાની કલ્પના પર ભારે અસર કરી તેમાં તેમણે મેટ ફળ આપે છે. શરૂઆતમાં મેળાવડા પણ વારંવાર કરવામાં આવતા હતા અને જનતાની ચક્ષુ સન્મુખ સંસ્થાને રાખવા માટે અનેક પ્રસંગે યોજવામાં આવતા હતા, તેમાં તેમણે સારે સહકાર આપે અને વગર બદલે સંસ્થાની અત્યુત્તમ સેવા કરી. ત્યારપછી સંસ્થાના વિદ્યાથીમાંથી જે ગ્રેજ્યુએટ થાય તેને એક કે બે વર્ષ વગર વેતને સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ સેંપવામાં આવ્યું અને દરેક સુપરિન્ટેન્ડેન્ટે એ કાર્ય પોતાની આવડત અને શક્તિ પ્રમાણે સારી રીતે કર્યું.
આ માનવંત (વગર વેતનના) હેદાનું સેવાકાર્ય શ્રીયુત છેટાલાલ શ્રોફે શરૂ કર્યું અને તેના ઉપર છેલ્લું શિખર શ્રીયુત છે. ડો. નગીનદાસ જગજીવનદાસ શાહે ચઢાવ્યું. એમણે સંસ્થાને આ ટેન (બાહ્ય આંતર સ્વરૂપ) ફેરવી નાખે, વિદ્યાથીઓને ભારે ચાહ મેળવે અને સંસ્થાના ગૌરવમાં મેટે વધારે કર્યો. એ વિદ્યાર્થી પણ હતા, દૂર દેશની આવી સંસ્થાને વહીવટ પણ જઈ આવ્યા હતા અને મુંબઈમાં પ્રોફેસરને હો ભેગવતા હેઈવિદ્યાર્થીના સમાગમમાં અનેક રીતે આવતા હતા. એમણે સંસ્થાના નિયામકનું કાર્ય ૧૯૨૫ થી ૧૯૩૦ સુધી બહુ સારી રીતે બજાવી સંસ્થાના કાર્યવાહકની તથા વિદ્યાથીઓની ચાહના મેળવી. તેમના અગાઉ સંસ્થાના દશમા વર્ષમાં છે. નગીનદાસ દોલતરામ શાહ અને અગીઆરમા વર્ષમાં શ્રીયુત વલ્લભદાસ માણેકલાલ પરીખની પગારદાર નીમણુક કરવામાં આવી હતી. સંસ્થાને વહીવટ ઘણે વધી ગયા એટલે પૂરતા વખતની સેવા વગર આ કાર્ય બને તેવું ન લાગતાં સોળમા વર્ષમાં શ્રીયુત હરિલાલ શિવલાલ શાહ, બી. એ. એસ. ટી. સી. જેઓ હાલ રાજી હાઈસ્કૂલના હેડમાસ્તર છે તેમને પગારથી એ કાર્ય પર નીમ્યા. તેવીશમા વર્ષથી એટલે જુલાઈ ૧૯૩૭ થી હાલના સુપરિન્ટેન્ડેન્ટ શ્રીયુત કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, એમ. એને નીમ્યા અને તેઓ હાલ ચાલું છે. એમણે કાર્યવાહકે તેમજ વિદ્યાર્થીને સારે ચાહ મેળવે છે. એમના સમયમાં સંસ્થાનું દફતરી કામ ઘણું વધતું ચાલ્યું છે અને તેઓ વ્યવસ્થા ખર્ચ વિદ્યાર્થીની અંદર અંદર વર્તવાની રીત આદિ અનેક બાબતો પર ધ્યાન આપે છે. તેઓની સેવાની ગણના વ્યવસ્થાપક સમિતિ બહુ સારી રીતે કરે છે. સંસ્થાની શરૂઆતથી પચીશમાં વર્ષ સુધી દરવર્ષે કયા કયા સુપરિન્ટેન્ડેન્ટ હતા તેની વિગત પરિશિષ્ટમાં આપી છે. સંસ્થાની આંતર વ્યવસ્થાને આધાર સુપરિન્ટેન્ડેન્ટની ચાલાકી અને બાહશી પર રહે છે. સેક્રેટરી તે સંસ્થામાં અવારનવાર હાજરી આપે છે. અને વ્યવ