________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-૯૪ ખર્ચ થયે. આ રીતે ધાર્મિક શિક્ષણની સંયુક્ત જનાની શરૂઆત આગણુશમા વર્ષે કરવામાં આવી. (૧૯૩૩-૩૪) વીશમા બીજા વર્ષમાં રૂા. પપર૧-૧૪૯ નું ખર્ચ થયું. સંસ્થાના એકવીશમા અને જનાના ત્રીજા વર્ષમાં રૂા. પ૦૫-૧૫-૮ નું ખર્ચ થયું. ચોથા વર્ષમાં રૂ. ૩૫ર–૦-૬ નું ખર્ચ થયું અને ચેથા વર્ષની આખરે આ યાજના બંધ કરવામાં આવી. એના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીને ઉત્સાહ હતું તે આગળ રહ્યો નહિ, પરિણામ સંકુચિત આવવા માંડ્યા અને તીર્થની પરીક્ષા સુધી ધાર્યા કરતા ઘણું ઓછી સંખ્યા પહોંચતાં એ સંયુક્ત યેજના બંધ કરવામાં આવી.
ત્રેવીસમા વર્ષથી પંડિત ભગવાનદાસ હરખચંદને રેકી તેમની મારફત નવતત્વ, પ્રાકૃત વ્યાકરણ (પ્રથમ શ્રેણી), તત્વાર્થાધિગમ અધ્યાય ૧-૨ (દ્વિતીય શ્રેણી), અને સન્મતિ તર્ક (પંચમ શ્રેણી) ને અભ્યાસ શરૂ કર્યો અને પાછે લગભગ અસલ પદ્ધતિ પર અભ્યાસ આવી ગયે અને વશમા વર્ષમાં શ્રેણીમાં ફેરફાર કરી એજ પંડિતે અભ્યાસ કરાવે.
પચીશમા વર્ષમાં પંડિત ભગવાનદાસ તબિયતને કારણે નિવૃત્ત થયા. પચશમા વર્ષથી પંડિત ખુશાલદાસ જગજીવનદાસ કરગથલા એ કાર્ય ચલાવે છે. વિદ્યાલયની વાર્ષિક ધાર્મિક પરીક્ષામાં દર વર્ષ કેટલા વિદ્યાથીઓ બેઠા, કેટલા પસાર થયા અને તે પ્રત્યેક વર્ષના પરીક્ષકે હતા અને પરિણામ કેટલા ટકા આવ્યું તેનું તપસીલવારપત્રક પરિશિષ્ટમાં સંખ્યા પૂરતું જેવામાં આવશે. ધર્મભાવના વૃદ્ધિના પ્રસંગે
અભ્યાસમાં તત્વાર્થાધિગમને મુખ્ય સ્થાન ચાલુ છે. સાથે તત્ત્વજ્ઞાન અને ક્રિયાચિને પિષણ થાય તેવી યોજનાઓ ચાલુ રહે છે. ધાર્મિક અભ્યાસ સતત ચાલુ રહે તેમજ વિદ્યાર્થીમાં સ્વતઃ જ્ઞાન મેળવવાની અભિલાષા જાગૃત થાય તેટલા માટે પચીશમાં વર્ષની આખરે રજામાં વિદ્યાથીઓને “જિનવાણી” (હરિસત્યભટ્ટાચાર્યકત અને શ્રી. સુશીલે અનુવાદિત) પુસ્તક વાંચવા આપ્યું હતું. તેની પરીક્ષા નવીન વર્ષ શરૂ થતા ઉઘડતા સત્રમાં લેવામાં આવવાની જાહેરાત કરી હતી અને પસાર થનારને રૂા. ૫૦, ૩૦, ૨૦, ૧૫, ૧૦, અને પાંચના પાંચ મળી રૂપીઆ ૧૫૦ રેકડા ઈનામના જાહેર મેળાવડામાં આપવામાં આવ્યા. આ પ્રયોગ પચીશમા વર્ષને અંતે તદન નવીન કરવામાં આવ્યું. તેની સફળતાને અનુલક્ષી તે ભવિષ્યમાં ચાલુ રહે તે પૂરતો સંભવ છે.
આ ઉપરાંત ધર્મભાવના જાગૃત રાખવા માટે દરવર્ષે પ્રીતિભેજનના પ્રસંગે યોજાય છે. એક રવિવાર પસંદ કરવામાં આવે છે. તે દિવસે સવારે ૮-૩૦ કલાકે સ્નાત્ર વિદ્યાથીએ ભણાવે છે. ત્યાર બાદ સર્વ વિદ્યાથીઓની વચ્ચે અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા અન્ય આમંત્રિત ગૃહસ્થની હાજરીમાં એક સુંદર પૂજા” સંગીતના સાજ સાથે ભણાવવામાં આવે છે. પૂજાને ભાવાર્થ મંત્રી સમજાવે છે. ત્યારબાદ અવિધિસરને મેળાવડે થાય છે, તેમાં કેટલીક વાર બહારના વક્તાઓ અને સભ્યવિવેચન કરે છે, કેઈવાર અંદર અંદર વાતચીત કરવાના પ્રસંગ હાથ ધરવામાં આવે છે. બરાબર મધ્યાહ સમયે સર્વ વિદ્યાર્થી અને સભ્ય સાથે પ્રીતિભેજન આરોગે છે. આવા પ્રસંગથી વિદ્યાથી અને સભ્યો એક બીજાની ઘણુ નજીક આવે છે અને સહભેજનથી સ્વામીવાત્સલ્ય થાય છે, તેથી પ્રેમ અને