________________
સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ વિષય બહુ સુસંબદ્ધ રીતે શીખાય છે અને શીખવવામાં આવે છે અને અભ્યાસ કરનાર અને કરાવનારના માનમાં વૃદ્ધિ કરે છેઆવી જ રીતે સાતમા વર્ષ (૧૯૨૧-૨૨) એન. સુપરિન્ટેન્ડેન્ટ શ્રીયુત વીંદજી ઉજમશી પિતાના રિપોર્ટમાં (તા. ૨૪-૯-૨૨) જણાવે છે કે “જ્યારથી સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી શ્રીયુત વૃજલાલ જગન્નાથ પંડિતને ધાર્મિક શિક્ષક તરીકે રોકવામાં આવ્યા છે. તેમની શીખવવાની ઢબ એવા પ્રકારની છે કે જેથી વિદ્યાથીઓને ધાર્મિક વિષય બેજા રૂપે નહિ લાગતાં રસમય લાગે છે એ તેના અત્યાર સુધીના સુંદર પરિ ણામથી જણાયું હશે. આવી જ રીતે આઠમા વર્ષ (૧૯૨૨-૨૩) ના પરીક્ષક શ્રીયુત ચુનીલાલ મુળચંદ કાપડીઆ, એમ. એ. એલએલ. બી, પોતાના રિપોર્ટમાં (તા. ૨૦-૯૧૯૨૨) માં જણાવે છે કે “જે પદ્ધતિથી વિદ્યાર્થીવર્ગ પ્રત્યુત્તર આપ્યા છે તે ઉપરથી એમ તે સહજ અનુભવાય છે કે ધાર્મિક વિષયમાં વિદ્યાર્થી વર્ગ સંતોષકારક રીતે સારી પ્રગતિ કીધી છે.”
આ રીતે શરૂઆતના દશ વર્ષમાં ધાર્મિક અભ્યાસ પર સારી પ્રવૃત્તિ રહી અને પ્રગતિ સાધવામાં આવી. દશમા વર્ષથી પંડિત વૃજલાલજીને સંગીત તરફ અભિરુચિ જાગૃત થઈ કાંઈક વય પણ વધી, શરૂઆતને ઉત્સાહ મંદ થતે ચાલ્ય, તે પણ તેમણે બીજા પાંચ વર્ષ કાર્ય તે ચલાવ્યું, પણ જે મેજ પ્રથમના નવ દશ વર્ષમાં આવી હતી તે ટકી નહિ. એ શરૂઆતના વર્ષોમાં તે એકાદ કલાક ધાર્મિક વર્ગમાં બેસવામાં કે પંડિતજીને અભ્યાસ કરાવતાં કે પ્રવચન કરતાં સાંભળવા એ એક લ્હાવે લાગતું હતું અને વિદ્યાર્થીવર્ગને સંતોષ અને રુચિ પણ સદેદિત દેખાતાં હતાં.
સોળમે વર્ષે પંડિત દરબારીલાલજીએ અભ્યાસનું કામ હાથ ધર્યું. ત્યારપછી તુરતજ અભ્યાસક્રમમાં મેટે ફેરફાર કરવામાં આવ્યે. આપણું વિદ્યાર્થીઓ કેલેજના અભ્યાસ સાથે ન્યાયતીર્થ, વ્યાકરણતીર્થ, કાવ્યતીર્થ થાય તે માટે થતો ખર્ચ આપવાની શેઠ મેઘજીભાઈ સેજપાળે ઈચ્છા વ્યક્ત કરી. આમ થાય તે આપણને જૈન પંડિત મોટી સંખ્યામાં મળે અને તે પંડિતે પિતાનું ગુજરાન અંગ્રેજી અભ્યાસના જોરથી ચલાવે તે આપણને સેવાભાવી વિદ્વાને સાંપડે, અને છતાં તેમને જૈન કેમની ઉદારતા પર આધાર રાખવે ન પડે. શેઠ મેઘજીભાઈએ તેટલા માટે દશ વર્ષ સુધીની ધાર્મિક યાજના રજુ કરી. એ પેજના પ્રમાણે ન્યાય પ્રથમા, ન્યાય મધ્યમા અને ન્યાય તીર્થના બે ભાગ પાડી, ચાર વર્ષને કેર્સ કર્યો. તે પ્રમાણે વ્યાકરણ પ્રથમ, વ્યાકરણ મધ્યમા અને વ્યાકરણતીર્થને બે વર્ષને મળી કુલ ચાર વર્ષને અભ્યાસક્રમ ઠરાશે. અને અર્ધમાગધીના ચાર વર્ષને કેસ કરા. અને આ અર્ધમાગધી સાથે ચાર વર્ષમાં આખા તત્વાર્થાધિગમને અભ્યાસ શેઠ (પ્રથમ વર્ષમાં પ્રથમ અધ્યાય, બીજા વર્ષમાં બીજે તથા પાંચમો અધ્યાય, ત્રીજા વર્ષમાં છો તથા સાતમ અધ્યાય, અને ચેથા છેલ્લા વર્ષમાં આઠમે, નવમો અને દશમે અધ્યાય.)
આ સર્વ પ્રકારના વિદ્યાભ્યાસીને દરવર્ષે શિષ્યવૃત્તિ આ નવા ખાતામાંથી રેકડી આપવાનું કરાવ્યું. કેલેજના અભ્યાસી ઉપરાંત બહારના વિદ્યાર્થીને આ અભ્યાસ માટે દાખલ કરવાનું અરજીપત્રક તૈયાર કર્યું અને શેઠ મેઘજીભાઈએ એ ખાતા માટે ઉદાર સહાય આપવાનું વચન આપ્યું. પંડિત દરબારીલાલજી ઉપરાંત વ્યાકરણના અભ્યાસ માટે પંડિત નાગેશને આ નવા ખાતાને અંગે ખાસ રોકવામાં આવ્યા. આ ખાતામાં ઓગણીશમા વર્ષમાં રૂ. ૯૩૯-૧૩-૦ને