________________
ॐ सर्वज्ञाय नमः શ્રી મહાવીર જૈન વિદ્યાલય
> રજત મહોત્સવ @> સંસ્થાની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
સને ૧૯૨૫-૧૯૪૦
સંવત ૧૯૭૧-૧૯
વરાત ૨૪૪૧-૨૪૬.
પૂર્વ ઇતિહાસ. નામાભિધાન, સ્થાપના. સંસ્થા સ્થાપનાની ભૂમિકા
સંવત ૧૯૬૯ ના વૈશાખ માસમાં પૂજ્યપાદ મુનિશ્રી વલલભવિજ્યજી (ત્યાર પછી આચાર્ય શ્રી વિજયવલભસૂરિ મહારાજ મુંબઈમાં ચાતુર્માસ કરવા સારુ શ્રી સંઘના આગ્રહથી ભૂલેશ્વર લાલબાગમાં પધાર્યા. તે વખતે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને સૂર્ય મધ્યાહુ વીતાવી ગયું હતું, એણે સમસ્ત જૈન કેમમાં અનેક નવીન આશાઓ ઉત્પન્ન કરી હતી, વિચાર વાતાવરણમાં મહાન પરિવર્તન કરી નાખ્યું હતું અને સામાજિક ઉન્નતિની ભવ્ય તમન્ના ઉત્પન્ન કરી હતી. નવપ્રકાશ માટે જનતા તૈયાર થઈ ગઈ હતી અને યોગ્ય શબ્દોમાં મધ્યમસરના દલીલપુરસરના વિચારે ઝીલવાને માટે આતુર બની ગઈ હતી.
આવી પરિસ્થિતિમાં શ્રી વિજયાનંદસૂરિ મહારાજના પ્રખર વિચારેને ઝીલનાર, એને અમલમાં મૂકવા માટે બનતા પ્રયાસ કરનાર અને દેશપરદેશની અનેક સંસ્થાને અભ્યાસ કરનાર, વર્તમાન યુગની નાડ પારખનાર અને સમયધર્મના અવિચલિત સિદ્ધાંતને હસ્તગત કરી વ્યવહાર નિશ્ચયને સમન્વય કરનાર પૂજ્ય મુનિ મહારાજશ્રીનું મુંબઈમાં આગમન થયું તેમણે ચાતુર્માસમાં “સાત ક્ષેત્ર પર ખૂબ વિચારણા કરી અને ખાસ કરીને શ્રાવક શ્રાવિકા ક્ષેત્રની પ્રગતિપર સમસ્ત ક્ષેત્રોને આધાર રહેલું છે તે વાતને પુષ્ટિ આપતાં તેમણે આર્યસમાજ વિગેરે સંરથાઓ ઉત્તરમાં કેવાં કાર્યો કરી રહી છે તેની અનેક હકીકતે જુદા જુદા સ્વરૂપમાં રજુ કરી અને કેળવણી વગર સામાજિક ઉન્નતિ માટે વધારે સારે બીજે કઈ માર્ગ નથી એમ જણાવતાં, જૈન સમાજના આર્થિક, નૈતિક, સાંસારિક અને સામુદાયિક પ્રશ્નને નિકાલ કેળવણીના પ્રશ્નના નિકાલ સાથે ખૂબ અવલંબી રહ્યા છે એ વાત અનેક સ્વરૂપે રજુ કરતાં, જૈન જનતામાં વિચાર આંદલને પ્રવાહ શરૂ થયે.
ત્યાર પછી તેમણે ગુરુકુળની થેજના રજૂ કરી. શ્રી સંઘના વિચારક અને ધનવાન આગેવાનોએ આ ચર્ચાને ખૂબ અપનાવી, તે પર વિચારવિનિમય કર્યા, અનેક જનાઓ પર વિચારણા થઈ અને એવી કઈ વિશિષ્ટ યોજના બર લાવવા બીજું ચાતુર્માસ મુંબઈમાં કરવા વિજ્ઞપ્તિ થતાં તેને સ્વીકાર થયે. મુંબઈ શહેરના સ્થાનિક સંગે, બહારગામથી વિદ્યાભ્યાસ