SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તમાર સૂત્રકાર અને નિર્યુક્તિકાર ૧૯૯ છે. તેમ જ ભખાડુસંહિતાના પ્રણેતા તરીકે એ જ ચતુર્દશપૂર્વધરને કહેવામાં આવે છે એ પણ વજદાર નથી રહેતું. કારણકે ભદ્રબાહુસંહિતા અને વારાહીસંહિતા એ સમાનનામક ગ્રન્થા પારસ્પરિક વિશિષ્ટ સ્પર્ધાના સૂચક હાઈ અભેયના સમકાલભાવી હોવાની વાતને જ વધારે ટકા આપે છે. આ રીતે એ દ્રબાહુ થયાનું કૅલિત થાય છે. એક છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રખાટ્ટુ અને ખીજા દશ નિયુક્તિઓ, ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુ, જે જૈન સંપ્રદાયમાં નૈમિત્તિક તરીકે જાણીતા છે. આ બન્નેય સમર્થ ગ્રંથારા ભિન્ન હાવાનું એ ઉપરથી પણ કહી શકાય કે—તિર્થેાગાલિપ્રકીર્ણક, આવશ્યકણિ, આવશ્યક હારિભદ્રીયા ટીકા, પરિશિષ્ટપર્વ આદિ પ્રાચીન માન્યગ્રન્થામાં જ્યાં ચતુર્દેશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે ત્યાં ખાર વરસી દુકાળ, તેઓશ્રીનું નેપાળ દેશમાં વસવું, મહાપ્રાણ ધ્યાનનું આરાધન, સ્થૂલભદ્ર આદિ મુનિને વાચના આપવી, છેદત્રાની રચના કરવી ઇત્યાદિ હકીકત આવે છે પણ વરાહમિહિરના ભાઈ હાવાના, નિયુક્તિમા, ઉપસર્ગહરસ્તાત્ર-ભત્રબાહુસંહિતા આદિની રચના કરવી આદિને લગતા તેમજ તેઓ નૈમિત્તિક હાવાને લગતા કશા ય ઉલ્લેખ નથી. આથી એમ સહેજે જ લાગે કે-છેદત્રકાર ભદ્રબાહુસ્વામી અને નિયુક્તિ આદિના પ્રણેતા ભદ્રબાહુસ્વામી બન્ને ય જુદી જુદી વ્યક્તિઓ છે. નિયુક્તિકાર ભદ્રબાહુ એ વિક્રમની છઠ્ઠી સદીમાં થએલ જ્યેાતિવિંદ વરાહમિહિરના સહાદર હાઈ નિર્યુક્તિગ્રંથોની રચના વિક્રમના છઠ્ઠા સૈકામાં થઈ છે એ નિર્ણય કર્યા પછી અમારા સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે—પાક્ષિકસૂત્રમાં સૂત્રકીર્તનના પ્રત્યેક આલાપકમાં અને નંદીસૂત્રમાં અંગવિશ્વ શ્રુતજ્ઞાનના નિરૂપણમાં નીચે પ્રમાણેના પાઠ છે “ સવ્રુત્ત સમથે સબંધે નિઙ્ગતિ સર્જન ગિ ” પાક્ષિકસૂત્ર. “ સુંઘેખાઓ નિવ્રુતીનો સંલેખો સંપીલો ” નંદીસૂત્ર. અહીં આ બન્ને ય સૂત્રપાઠો આપવાના આશય એ છે કે-આ બન્ને ય સૂત્ર, જેની રચના વિક્રમના છઠ્ઠા સૈકાના આરંભમાં જ અથવા પાંચમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં થઈ ચૂકવાના સંભવ વધારે છે, તેમાં નિયુ`ક્તિના ઉલ્લેખ થએલા છે. ઉપર જણાવવામાં આવ્યું છે તેમ જો નિયુક્તિકાર વિક્રમના છઠ્ઠા સૈકાના ખીજા ચરણ લગભગ થયા હોય તે તે પહેલાં ગૂંથાએલ આ બન્ને ય સૂત્રામાં નિયુક્તિના ઉલ્લેખ કેમ થયા છે? એ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે થઈ શકે છે પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં નિયુક્તિના જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ અત્યારે આપણા સામે વર્તમાન દશાસ્ત્રની નિયુક્તિને લક્ષીને નહિ ક્રિન્તુ ગર્વદનિયુતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. નિર્યુક્તિકાર સ્થવિર ભદ્રબાહુવાની થયાની વાત સર્વત્ર પ્રસિદ્ધ છે પરંતુ એમના સિવાય ખીજા કાઈ નિયુક્તિકાર થયાની વાતને કાઈ વિરલ વ્યક્તિ જ જાણતી હશે. નિશીથચૂર્ણના ૧૧ મા ઉદ્દેશામાં • જ્ઞાનસ્તન ' નું સ્વરૂપ દર્શાવતાં ભાષ્યકારે જણાવ્યું છે કે “ મનોવિવો નાળે અર્થાત્ જ્ઞાનની ચેરી કરનાર ગોવિંદાચાર્ય જાણવા !” આ ગાથાની ચૂર્ણિમાં ચૂર્ણિકાર ગાવિંદાચાર્યને લગતા એક વિશિષ્ટ પ્રસંગની ટૂંક નોંધ કરી છે ત્યાં લખ્યું છે કે “ તેમણે એકેંદ્રિય જીવને સિદ્ધ કરનાર ગાવંદ નિયુક્તિની રચના કરી હતી.' આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કેએક વખતના બૌદ્ધ ભિક્ષુ અને પાછળથી પ્રતિમાષ પામી જૈન દીક્ષા સ્વીકારનાર ગાવિદ્યાચાર્ય નામના સ્થવિર નિર્યું ક્તિકાર થઈ ગયા છે. તેઓશ્રીએ ક્યા આગમ ઉપર નિયુક્તિની રચના કરી હશે એ જાણવા માટેનું આપણા
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy