________________
તસ્સાક
છે.સૂત્રકાર અને નિર્યુક્તિકાર
૧૮૭
"
સિોનારિય પ્રકીર્ણક,—જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થએલી હોવાનું વિર્ય શ્રીમાન કલ્યાણવિજયજી “ મીનિર્વાગ સંવત્ ઔર જૈન ાછળના ” (પૃ૦ ૩૦, ટિ૦ ૨૭) માં સપ્રમાણ જણાવે છે,તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે
सत्तमतो थिरबाहू जाणुयसीसुपरिच्छिय सुबाहू । નામેળ અપાછું વિઠ્ઠી સાયન્ન સોત્તિ (?) ॥ ૧૪ ॥
सो वि य चोदसवी बारसवासाई जोगपडिवनो । सुततेण निबंधह अत्थं अज्झयणबंधस्स ॥ १५ ॥
તીર્થોગ્દારપ્રકીર્ણકના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રખાહુસ્વામીને સૂત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને ‘તેઓ નિયુક્તિકાર’હાવા વિષે કે તેમના નૈમિત્તિક હાવા વિષે સૂચના સરખીયે કરવામાં આવી નથી.
ઉપર ટૂંકમાં જે પ્રમાણેા નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે-છેદસૂત્રાના પ્રણેતા, અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જ છે. આ માન્યતા વિષે કાઈને કશાય વિરાધ નથી. વિરાધ તે આજે “ નિયુક્તિકાર ક્રાણુ ? અથવા કયા ભદ્રબાહુસ્વામી?’ એના જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે.
ΟΥ
..
જૈન સંપ્રદાયમાં આજે એક એવા મહાન પક્ષ છે, જે “ નિયુક્તિના પ્રણેતા ચતુર્દેશ પૂર્વવિદ્ છેદસૂત્રકાર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પોષે છે. એ પક્ષની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણાને—નિરર્થક લેખનું સ્વરૂપ માટું થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખા મળે છે એ સૌના ઉલ્લેખ કર્યા પછી અમે “ નિયુક્તિકારી ભદ્રબાહુ સ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્યે ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કાઈ જુદા જ સ્થવિર છે. ” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણ અને વિચારસરણી રજૂ કરીશું.
*
અમે અહીં અમારી નવીન છતાં પ્રામાણિક માન્યતાને અંગે જે પ્રમાણ અને વિચારા રજૂ કરીએ છીએ તેને વિદ્વાના ધ્યાનપૂર્વક વિચારે અને તેની સાધક-બાધકતાને લગતા વિચારો તેમજ પ્રમાણાને સૌમ્યતાથી પ્રગટ કરે. અહીં નોંધવામાં આવતી નવીન વિચારસરણીને અંગે ક્રાણુ મહાશય પ્રામાણિક લીલા તેમજ ઐતિહાસિક પ્રમાણા દ્વારા ઊહાપાહ કરશે તા અમે તેના ઉપર જરૂર વિચાર કરીશું. અમારી માન્યતા વિર્ગમાં ચર્ચાઈને તેના વાસ્તવિક નિર્ણય ન આવે ત્યાંસુધી અમે એના ઉપર નિર્ભર રહેવા નથી ઈચ્છતા. અને એ જ કારણથી ‘ છેદસૂત્રકાર ભદ્રબાહુસ્વામી' કરતાં નિયુક્તિકાર આચાર્ય તદ્દન ભિન્ન હૈાવાની અમારી દૃઢ માન્યતા હોવા છતાં અમે અમારા તરફથી પ્રકાશન પામેલા બૃહત્કલ્પસૂત્ર ગ્રન્થનાં શીર્ષકામાં લાંબા વખતથી ચાલી આવતી રૂઢ માન્યતા મુજબ પૂછ્યશ્રીમાડુ સ્વામિવિનિર્મિતત્ત્વોષનિયપુર્વત નૃત્વત્વપૂણં એ પ્રમાણે જ લખ્યું છે.
૧
હવે અમે અમારી પ્રતિજ્ઞા અનુસાર પ્રારંભમાં “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને લગતા પ્રાચીન ચહેરો આપીએ છીએ.
१. “ अनुयोगदायिनः-सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहस्वामिनञ्चतुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति । ” आचारान्नसूत्र शीलाचार्यकृत टीका-पत्र ४.