SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમૂર્તિઓ લેખકઃ સારાભાઈ મણિલાલ નવાબ ભારતીય વિદ્યાભવન અંધેરીના “ભારતીય વિવા” નામના વૈમાસિક મુખપત્રના વર્ષ ૧ ના અંક ૨ માં પૃ. ૧૭૯ થી ૧૯૪ માં “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ” નામને એક સચિત્ર લેખમ લખેલો પ્રસિદ્ધ થઈ ગએલે છે. આ લેખ પ્રસિદ્ધ થયા પછી તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં માંડવીની પિળમાં, નાગજીભૂદરની પિળના જૈન દેરાસરમાં મારા જેવામાં આવેલી વિક્રમના બારમા સૈકાની અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિની વિવમાનતાના સમયની તથા તેઓશ્રીની વિવમાનતાના સમય પહેલાંની ધાતુની ત્રણ પ્રતિમાઓની જૈનમુર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસમાં રસ લેનાર વિદ્વાનને તથા જૈન બંધુઓને ઓળખાણ કરવાનું આ ટુંક લેખમાં મેં ગ્ય ધાર્યું છે. સમયના અભાવે આ અંકની સાથે આ ત્રણ મૂર્તિઓના ચિત્ર આપી શકાયા નથી.* મૂળ ગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથજીની જમણી બાજુએ આરસની એટલી ઉપર આ સંવત ૧૧૦૨ ની જિનમૂર્તિ આવેલી છે? મૂર્તિ 1 –આ જિનમૂર્તિને પરિકરને ઘણોખરો ભાગ (ઉપરને બધે ભાગ તથા ડાબી બાજુના ચામર ધરનારની આખી આકૃતિ) નાશ પામેલ છે. આ જિનમૂર્તિની નીચે કોઈ પણ જાતનું લંછન નહિ હેવાથી ચોવીશ તે પૈકીના ક્યા તીર્થકરની આ મૂર્તિ છે તે શોધી કાઢવું અશકય છે. આ જિનમૂર્તિના કપાળમાં U આ જાતનું (હાલમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ સ્વીકારેલું) તિલક સ્પષ્ટ દેખાય છે. મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલી આ જિનમૂર્તિની મુખાકૃતિ બહુ જ સુંદર છે. મૂળ મૂર્તિની જમણી બાજુએ એક ચામર ધરનાર પરિચારકની ઊભી સુંદર આકૃતિ છે, પરિચારકના ડાબા હાથમાં ચામર પકડેલે છે અને તેને જમણે હાથ પગ ઉપર ટેકવેલો છે. પઘાસનની નીચેના ભાગમાં જમણી બાજુએ બે હથવાળા યક્ષરાજની સુંદર મૂર્તિ છે, અંબિકા ચણિનીના જમણા હાથમાં આંબાની લૂબ સ્પષ્ટ દેખાય છે, તથા ડાબા હાથથી પકડેલું બાળક ખોળા ઉપર બેસાડેલું છે, બાળકના શરીરને ઉપરને અડધો ભાગ ખંડિત થએલે છે. પદ્માસનની નીચેના ભાગમાં નવગ્રહોની નાની નાની નવ આકૃતિઓ કોતરેલી છે. એકંદરે આ સુંદર શિલ્પ જૈનાશ્રિત શિલ્પકલાના ખુટતા અડાઓ મેળવવા માટે વધારે મહત્વનું છે. આ મૂર્તિના પાછળના ભાગમાં ત્રણ લીટીને લેખ કતરેલે છે, જે આ પ્રમાણે છે – (1) કાજ (૪) ...... (2) રિવૈએસ્કૃત શાહયાના રોકી (3) પ્રિયે વિર સંવત ૧૧૨ ઉપરોક્ત ત્રણ લીટીના લેખ પરથી આ પ્રતિમા બ્રહ્માણ ગાછીયકાઈ જૈન ગૃહસ્થ મેક્ષ મેળવવાની અભિલાષાથી સંવત ૧૧૦૨ માં બનાવરાવી. મૂળ ગભારામાં ડાબી બાજુની આરસની એટલી ઉપર આ સંવત ૧૧૯૨ ની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ આવેલી છે. જ આ ત્રણે મતિઓના ચિત્રો માટે “જન સત્ય પ્રકાશ” માસિના દીપોત્સવી અંકમાં પ્રસિલ થએલ “બારમા સૈન પહેલાંની પ્રાચીન ધાતુમતિમાઓનામના મારા લેખની સાથેનાં પાએલા ચિત્રો જુઓ. ૧જ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy