________________
જસમાર]
જૈનધર્મની તાત્ત્વિકતા
૧૪૩
વીતરાગી, કે જે હંમેશા દરેક જીવનું આ સંસારરૂપી સમુદ્રમાંથી તરી જવું જ ઈચ્છે છે. સંપૂર્ણ ત્યાગવૃત્તિ એટલે વીતરાગીપણું અને ત્યારે જ મુક્તિ—મોક્ષ—કે જે જૈન ધર્મના આદર્શ છે. આ જ છે જૈન ધર્મની તાત્વિકતા, તત્વજ્ઞાન કે ફ્રીસુફી.
આ પ્રમાણે જો જીવ જૈનત્વને ખરાબર ઓળખે, સંસારની માયાથી ચૈતે, આત્માનું પતન અટકાવી ઊંચે પ્રગતિ કરે, ચારિત્રની વિશુદ્ધિ પ્રગટાવે, સંસારની જંજીરમાંથી મુક્ત થાય, ભગવંતની આજ્ઞા પ્રમાણે ચાલે, સાચું જ્ઞાન મેળવી વીતરાગી બને અને હંસ બનીને દૂધ અને પાણી, ધર્મ અને અધર્મને ખરાખર સમજતા થઈ જાય તો તેને સાચુ જ્ઞાન-સમ્યક્ત્વ-અને જૈનત્વ મળ્યું કહેવાય અને તેને અસુખ જોવાના પ્રસંગ આવે નહિ.
પુણ્ય-પાપના પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, જગતની વિચિત્રતા, સંસારની નિઃસારતા અન વિષયાની વિષમતા સમજી માહમળને દૂર કરવા યત્નશીલ થવું જોઇએ, આત્મકલ્યાણના મહાન આદર્શ ધ્યાન પર લઈ જીવનની મંગળ સાધનાના સાચા માર્ગ પર પોતાના પ્રવાસ સદા વ્યવસ્થિત રીતે ચાલુ રાખવા જોઈએ, ધારે ધારે પણ સાચા માર્ગ ઉપર ગતિ કરતા પ્રાણી સીદાતા નથી અને ક્રમશઃ આગળ વધતા જાય છે, છેવટે સાધ્યને પહોંચી વળે છે. સાધ્યને લક્ષમાં નહિં લીધેલા ધનુર્ધરની ખાણ્ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને થર કર્યા વગર કોઈ પણ ક્રિયા ફળીભૂત થતી નથી એ ધ્યાનમાં રાખવું જોઇએ. મેથ્યુ એ ખરુ” સાધ્ય, સાધુ કે ગૃહથ દરેકે પોતાના દષ્ટિબિં’૬ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાને સિદ્ધ કરી આપનાર માની શોધ કરવી જોઇએ, દુરાગ્રહના ત્યાગ કરી, ગુણાનુરાગી બની શાસ્ત્રાના ગર્ભ તપાસવા જોઈએ, શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યણની તીવ્ર ઉōાથી અવલાતાં શાસ્ત્રોમાંથી ભાક્ષ મેળવવાના નિષ્કલંક માર્ગનણી શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે, ક્રિયા વગરનું જ્ઞાન લસાધક થઈ શકતું નથી એ વાત દરેક સમછ શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે તા પાણીમાં તરી શકાતું નથી; માટે જ શાસ્ત્રકારો “ તમ્યજ્ઞાનનિયામ્યાં મોક્ષઃ ” એ સૂત્રથી, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ યા એ બન્નેનો યાગ થાય ત્યારે જ મોક્ષસાધન શક્ય થાય એમ પ્રરૂપે છે.
શ્રી. ન્યાયવિજયજી -