________________
છાત્રષ્ટિ
લેખક: ગૌતમલાલ અ. શાહ, એડવોકેટ
આજના વાણીસ્વાતંત્ર્યના યુગમાં દરેકને નિરંકુશ જીવન જીવવું ગમે છે. ઉચ્ચ સિદ્ધાંતપર રચાયેલા એ ગુણ આવકારદાયક છે; પણ નિરંકુશતામાંથી જે અનિષ્ટ અંકુશ જન્મે છે તે આવકારદાયક નથી. નિરંકુશતામાં ઇષ્ટ અને અનિષ્ટ ખેઉ તા સમાએલાં છે પણ જેમ કુશળ બાગવાન અગીચામાંથી નકામા ઇંડાને ચૂંટી નાખે છે અને સારા ઢોડાને પોષણ આપે છે તેમ નિરંકુશતામાં વિહરનાર ઈષ્ટ અને અનિષ્ટ તત્વાને ખ્યાલમાં રાખી અનિષ્ટને ફગાવી દઈ ઈષ્ટનું આરેાપણ કરે તેા મનુષ્ય જીવનની સાથૅકતા ઘણી સહેલાઈથી થઈ શકે.
ઈજાનિષ્ટ તત્ત્વોથી ભરેલી એ નિરંકુશતાએ છાત્રજીવનમાં પણ પ્રવેશ કર્યો છે. પણ વિદ્યાર્થીવર્ગ એ ઈષ્ટાનિષ્ટ તત્ત્વને ઓળખી શક્યા નથી, એ ત્રજીવનનું દુર્ભાગ્ય છે. · વિદ્યાર્થીનું ધ્યેય જ્ઞાન વધારવાનું, સંસ્કારને ખીલવવાનું અને આદર્શને અપનાવવાનું ડાય છે. એ ધ્યેયને આગળ રાખીને જ વિદ્યાર્થી સ્કૂલ, કૉલેજ કે છાત્રાલયમાં દાખલ થાય છે. ત્યાં તે તેના જીવનમાં ધીમું પરિવર્તન શરૂ થઈ જાય છે, જે ધ્યેયથી વિદ્યાર્થી ત્યાં દાખલ થયા હાય છે, તે ધ્યેય તેના હૃદયમાંથી અદૃશ્ય થતું જાય છે. આજની કેળવણીના પચરંગી રંગ તેને રંગી નાખે છે અને તેના હૃદયમાં આદવિહાણાં તત્ત્વા વહેવાં રારૂ થાય છે. વિકાસની ભાવના સેવતા વિદ્યાર્થી વિલાસપંચની સુંવાળી બાજીપર ઢળી પડે છૅ. જ્ઞાનની ભૂખ જાગવાને બદલે તેને સીગારેટ, નાટક અને સીનેમાની ભૂખ જાગે છે, સંયમ અને સત્યની ઉપસના સતેજ કરવાને બદલે ટાળ, ટપ્પાં કે નિરર્થક વાતા કરવામાં પોતાના કિંમતી સમય વેડફી નાખે છે, તેને મળતી કળવણીના ગર્ભમાંથી સ્વાધીનતાની તમન્ના જગવવાને બદલે તે શિસ્ત ( Discipline ) ને ગુલામી માનતા થઇ જાય છે. શિક્ષક, પ્રોફેસર કે ગૃહપતિને માનવજંતુ તરીકે ગણવા લાગે છે. મર્યાદા, વિનય અને વિવેક જાળવવાને બદલે ટ્ટા, મશ્કરી અને જુઠાણાં વાપરવામાં પાતાની બહાદુરી માને છે. સુંદર, સાત્ત્વીક અને સંસ્કારને પ્રેરે તેવું વાચન વાંચવાને બદલે તે જાતીર્યાવજ્ઞાન અને સીનેમાના ચેાપાનિયાં વધારે વાંચે છે. એની દૃષ્ટિમાં વિશાળતાને બદલે તીરકાર દેખાય છે અને વર્તનમાં કાળજીને બદલે બેપરવાઇ દેખાય છે. તે આત્મલક્ષી યાદ્દો બની ગયા હૈાય તેવું લાગે છે.
આ ચિત્ર માત્ર એક કલ્પના નથી. પરંતુ આપણી શાળા, મહાશાળા અને છાત્રાલયામાં અવારનવાર બનતા બનાવાની એક દુઃખદ પણ સત્યકથા છે કે આજના વિદ્યાર્થી ભાવનાશૂન્ય બન્યા છે. વિદ્યાર્થી પોતાના ધર્મ ચૂક્યા છે અને એટલે જ શિક્ષક પણ પોતાના ધર્મ ભૂલી ગયો . અને તેથી જ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પુરાણકાળની પ્રેમભાવના નષ્ટ પાની છે. શિક્ષક વિદ્યા વેચે છે અને શિષ્ય એ વિદ્યા ખરીદે છે. શિક્ષક ડીગ્રી અપાવવા મદદ કરે છે અને શિષ્ય પાતાની જાતને ડીગ્રીનાં પૂડાથી નવાજે છે. પિરણામે શિક્ષક મઝુરિ બન્યા છે અને શિષ્ય એપરવા બન્યા છે.
આ પરિણામને લાવનાર કાણુ એને જરા ઊંડા વિચાર કરીશું તે ત્રીજી જ વસ્તુ મળી આવશે. એ છે આજની કેળવણી. પરદેશી હાથા વડે પ્રચલિત થયેલી આજની કેળવણીએ વિદ્યાર્થીવર્ગને વધારે પાંગળા બનાવ્યા છે. કારણ કે માલેની મેાનામાંથી ભારતવર્ષને જે કેળવણી પ્રાપ્ત થઈ છે તે દેશના યુવાનનું ખરું ધડતર કરનારી કેળવણી નથી. વજ્રાદાશની હિન્દી જમાત ઈંગ્લૅન્ડને જાતી હતી ને એ જમાત આધુનિક કેળવણીએ ઉત્પન્ન કરી. ટૂંકા પગારવાળા કારકુના ઈંગ્લેન્ડને જોઈતા હતા
134