________________
લક
ને મા શી જિનેન્દ્રાય નમોનમઃ
|
।। जैनाचार्य श्री १००८ विजयकमलसूरीश्वर शिष्य जैनाचार्य
विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः ॥ ॐ श्री लघु क्षेत्र समास
विस्तरार्थ सहित.
અવતર:-શ્રી સંગ્રહણી નામના ગ્રંથમાં જૈનદર્શનને અનુસારે શાશ્વ ખગોળ વિદ્યા દર્શાવીને હવે આ ગ્રંથમાં શાશ્વતી ભૂગોળ દર્શાવવાનો પ્રસંગ છે. ત્યાં ગોળમાં ચૌદરજજુ પ્રમાણ ઊંચા અને અનિયતપણે સાતરજજુ વિસ્તારવાળા કાકાશમાં ઊર્ધ્વભાગે રહેલા દેવની વસતિનું અને અધભાગે (નીચે) રહેલા પાતાળવાસી દે તથા નારકોનું અને મધ્ય આકાશમાં તિર્યલેકમાં મનુષ્ય તથા તિર્યંચાનું વર્ણન દર્શાવ્યું, એ પ્રમાણે ચોદરજજુ પ્રમાણ ખગોળમાં જે જે પદાર્થો [જી વિમાને નરકાવાસાઓ ભુવને વિગેરે) રહેલા છે તે સર્વ પદાર્થોનું વર્ણન કર્યું છે, અને હવે આ ગ્રંથમાં પહેલી રત્નપ્રભા નરકમૃથ્વી કે જેના ઉપલા તળીયે આપણે રહીએ છીએ તેજ ઉપરના તળીયામાં [ઉપલી સપાટીમાં આવેલા અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું છે, અને એજ કપ સમુદ્રમાં જ્યાં જ્યાં મનુષ્ય વસતિ તિર્યંચની વસતિ પહાડ નદીએ સવારે ઈત્યાદિ શાશ્વતા પદાર્થો રહેલા છે તેનું પણું વર્ણન કરવાનું છે, તેમાં વિશેષ વર્ણન તે મનુષ્યની વસતિવાળા અઢીદ્વિીપનું જ કરવામાં આવશે, કારણ કે શેષ દ્વીપ સમુદ્રમાં જણવા લાયક શાશ્વત પદાર્થો અઢી દ્વીપ જેટલાં નથી માટે તે સર્વનું અ૫ વર્ણન કરવામાં