SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતર-પૂર્વે ધાતકીખંડમાં જેમ ચાર મહાવૃક્ષ કુરુક્ષેત્રમાં કહ્યા છે, તેમ અહિ પુષ્કરામાં પણ કુરૂક્ષેત્રમાં ચાર મહાવૃક્ષે છે તે આ ગાથામાં કહેવાય છે इह पउममहापउमा रुरका उत्तरकुरूसु पुवं व । तेसु वि वसंति देवा, पउमो तह पुंडरीओ अ॥११॥२५२॥ શબ્દાર્થ – -અહિં પુષ્પરાધમાં તેવિ-તે વૃક્ષો ઉપર પણ પરમ મ€T૩મા–પદ્ધ મહાપદ્મ વસંતિ સેવા–દેવ રહે છે હવા-વૃક્ષ ૫૩મો-પદ્યદેવ પુર્વ --પૂર્વવતું, જંબૂવૃક્ષવત્ | | ગો-પુંડરીક દેવ સંસ્કૃત અનુવાદ. अत्र पद्ममहापौ वृक्षौ उत्तरकुरुषु* पूर्ववत् । तयोरपि वसन्ति देवौ पद्मस्तथा पुंडरीकश्च ॥ ११ ॥ २५२ ॥ જયાર્થ:–અહિ પુષ્કરાર્ધમાં પણ બે ઉત્તરકુરૂક્ષેત્રમાં જંબૂવૃક્ષસરખાં પદ્મવૃક્ષ અને મહાપદ્મવૃક્ષ નામનાં બે વૃક્ષ છે, તેમાં પદ્મવૃક્ષઉપર પદ્મદેવ અને મહાપદ્મવૃક્ષઉપર મહાપદ્મદેવ રહે છે કે ૧૧ મે ૨પર છે વિસ્તરાર્થ:–જબૂદ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં જેવું જ બવૃક્ષ છે, તેવાં ધાતકીખંડના બે ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી અને મહાધાતકી એ બે વૃક્ષ ધાતકીખંડના વર્ણનમાં કહેવાઈ ગયાં છે, અને અહિં પુષ્કરાઈના બે ઉત્તરકુરૂક્ષેત્રમાં એટલે પૂર્વ પુષ્કરાના ઉત્તરકુરૂમાં વૃક્ષ નામનું મહાવૃક્ષ જંબવૃક્ષસરખું છે, અને પશ્ચિમ પુષ્કરાર્ધના ઉત્તરકુરૂમાં માપવૃક્ષ નામનું વૃક્ષ જંબવૃક્ષસરખું છે, ત્યાં પદ્મવૃક્ષ ઉપર પદ્મદેવ પૂર્વપુરાધના અધિપતિ અને મહાપદ્મવૃક્ષઉપર પુંડરીક દેવ પશ્ચિમપુષ્કરાઈને અધિપતિ પૂર્વદિશાની શાખાઉપરના ભવનમાં રહે છે. શેષ સર્વસ્વરૂપ ધાતકીઉત્તરકુરૂના બે વૃક્ષવત્ જાણવું. તથા અહિં બે દેવકુરૂમાં તે *અહિં બે ઉત્તરકુરૂમાટે વિચનને બદલે બહુવચન પ્રોગ છે, તે શબ્દ નિત્ય બહુવચનાત હોવાથી છે. 1 પુષ્કરાઈના એ અધિપતિ દે છે, અને એ રીતે આગળ આગળના સર્વ દીપસમુદ્રના બે બે અધિપતિ દેવ હોય છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy