________________
૪૦૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવતર–પુષ્કરાર્ધદ્વીપમાં બે મોટા કુંડ છે તે આ ગાથામાં કહેવાય છેपुरकरदलपुवावर-खंडतो सहसदुगापिहु दु कुंडा । भणिया तट्ठाणं पुण, बहुस्सुया चेव जाणंति ॥१०॥२५१॥
શબ્દાર્થપુરવાર–પુષ્કરાધના
તુ શું-બે કુંડ છે પક્વ અવર-પૂર્વ અને પશ્ચિમ તટ્ટ-તેનું સ્થાન રવિંદ સંતો-ખંડની અંદર
દુસુયા બહુશ્રુત સદ્દા સુગ વિદુ-બે હજાર યોજન પહોળા | જ્ઞાતિ-જાણે છે.
સંસ્કૃત અનુવાદ, पुष्करदलपूर्वापरखंडान्तः सहस्रद्विकपृथुले द्वे कुंडे । भणिते तत्स्थानं पुनर्वहुश्रुताश्चैव जानन्ति ॥ १० ॥ २५१ ॥ જયાર્થ–પુષ્કરાઈ દ્વીપના પૂર્વભાગમાં અને પશ્ચિમભાગમાં બે હજાર જન પહેલા બે કુંડ શાસ્ત્રમાં કહ્યા છે, પરંતુ તેનું સ્થાન તે નિશ્ચય બહુશ્રુતજ જાણે છે ૧૦ ૨૫૧
વિસ્તર –પૂર્વપુષ્કરાર્ધમાં કાલદસમુદ્રથી ૩૯૦૦૦ એજન જઈએ તેમજ માનુષત્તરપર્વતથી પણ ૩૯૦૦૦ યોજન જતાં દ્વીપના બરાબર મધ્યભાગમાં ર૦૦૦ જન લાખો પહોળો અને ૧૦ એજન ઉડા તથા તળીયે અલ્પ વિસ્તારવાળો અને ઉપર ઉપર અનુક્રમે અધિક વિસ્તારવાળો એક મોટો શું છે, અને એજ બીજે કુંડ પશ્ચિમપુષ્કરાર્ધમાં પણ છે, જેથી ૨ મહા પુષ્કરાધમાં પણ છે, પરંતુ એ કુંડ ક્યા ક્ષેત્રમાં ક્યું સ્થાને હશે તે નિશ્ચય આ ગ્રંથકર્તાથી થઈ શક્યો નથી, કારણકે વર્તમાન સમયમાં વર્તતાં શાસ્ત્રોમાં પણ તેનું સ્થાન દર્શાવ્યું નથી, તેથી એ વાતને નિશ્ચય “શ્રી બહુત જાણે” એમ કહ્યું છે. ૧૦ | ૨૫૧ ૫
* કુંડની ઉંડાઈ તથા આકાર અહિં ગાથામાં કહ્યો નથી, પરંતુ બીજા ગ્રંથોમાં કહ્યો છે.
૧ શ્રી બહુકૃતોએ જ કરેલા વર્તમાનમાં ઉપલભ્ય શાસ્ત્રોમાં જે સ્થાનનિશ્ચય નથી કહ્યો તો “શ્રી બહુશ્રુતો જાણે” એમ કહેવું અનુચિત કેમ નહિ? ઉત્તર-શાસ્ત્રમાં સ્થાન ન કહેવા માત્રથી તે શાસ્ત્રોક્તઓ સર્વે જાણતાજ નથી એમ ન માની શકાય માટે અહિં એ સ્થાનને જાણનારા એવા બહુશ્રુત ગ્રહણ કરવા.