SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ “અરર વિરે છે તે પાવાપુfથ ” ( અ૦ ૨, ૪, ૫, ૦૦ ૨.) “આકાશ અને પૃથ્વી અચર છે ને અવિચલ છે” એ પ્રમાણે શાસ્ત્રીય મન્તવ્યને વિશેષ વિચાર માટે બાજુમાં રાખીને યુક્તિપૂર્વક વિચાર કરશે તે પણ વાચકને પૃથ્વીનું સ્થર્ય તેમજ સૂર્યનું પરિભ્રમણ સહેજે જણાઈ આવશે. ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે અને ભ્રમને અંગે માર્ગ ઉપરના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને પૃથ્વીના પરિ- લીધે જ પૃથ્વીને સ્થિર અને સૂર્યાદિને ચાલતા જઈએ છીએ જમણ સંબંધી. એમ કદાચ માની લઈએ, પરંતુ આધાર પર ચાલતા તીચ્છ ગતિવાળી ગાડી કે વહાણેના ઉદાહરણથી નિરાધારપણે ચકાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી ઉપરના પાટાના જ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા બુટી જતાં નિરાધાર રેલના અકસ્માત થયાના ઘણા દાખલાઓ મળી આવે છે. જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તો પછી પૃથ્વી નિરાધારપણે ચાલી શકે અને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય ત કેમ બને ? સાફ લિબ કે સાફ રબરના દડાને લાગેલી ધૂળ ફેરવવાથી ખરી જાય છે, લગાડેલું તણખલું કે દાબ વિનાની ટાંકણું પડી જાય છે ત્યાં આકર્ષણ કેમ કાર્યકારક થતું નથી ? કુવાને કાઠે નજીક છતાં કુવામાં, કે ભીંત નજીક છતાં છાપરા ઉપરથી મનુષ્ય કેમ ભૂમિ ઉપર પડી જાય છે ? કાંઠા અને ભત કરતાં મનુષ્ય અને પડનારી વસ્તુ ઘણું હલકી છે, ચાલતી રેલ્વેના માથે રાખેલા કાંકરા વેગને લીધે જલદી નીચે પડે છે, ત્યાં આકર્ષણ કેમ કાર્ય કરતું નથી ? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે તો પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુ વેને અવશ્ય ખબર પડવી જોઈએ, અને બુદ્ધિવિશ્વમ થતા હોય તે તે પણ સુધરવો જોઈએ. પરંતુ પૃથ્વી ફસ્તી નથી તો તે બુદ્ધિવિશ્વમ કેમ માની શકાય? ઉલટું પૃથ્વીને ફરતી માનનારા પણ પૃથ્વીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતા માનવા તૈયાર થાય છે આ તે કેવો બુદ્ધિભવ ? મૃગતૃષ્ણામાં થયેલ જલનું ભાન જેમ આગળ જતાં જળ ન મળવાથી બ્રાન્ડ નક્કી થાય છે, તેમ રેલ્વેની સ્થિરતાનું ભાન સ્ટેશન આવવાથી બ્રાન્ડ નકકી થાય છે. તે પછી તેવા અસત્ય બ્રાન્ત દષ્ટાન્તાથી વસ્તુ સ્થિતિ સાબીત કરવી એ સાચાનું કાર્ય ગણાય નહિં. એક બાણને પુર જેસથી કોઈ પણ દિશામાં ફેંકતા તે આકાશમાં જઈ બેચાર મિનીટ પછી અમુક અંતરેજ પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની જે ગતિ માનીએ તે બેચાર મિનીટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ જાય ? અને એ ગતિ માનતાં બહુ કયાં ને ક્યાં પડવું જોઈએ. છતાં બાણના ફેંકયા પછી પ માઈલને પણ વધારે તફાવત પડતો નથી.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy