________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાણવું, છતાં એને શિખરની ગણત્રીમાં ગણેલ નથી, કારણ કે મનુષ્યના મસ્તક ઉપરની ચોટલી સરખી અને તેથી ગણત્રીમાં ન લેવા યોગ્ય હોવાથી એનું જૂ િએવું વિશેષ નામ છે.
છે ચૂલિકા ઉપર શાશ્વત ચૈત્યગ્રહ એ ચૂલિકાના અગ્રભાગે [ શીર્ષ ભાગે ] શ્રીદેવીના ભવનસરખા પ્રમાણવાળું એટલે ૧ ગાઉ દીધું, બે ગાઉ વિસ્તારવાળું ૧૪૪૦ ધનુષ ઉચું અને લંબચોરસ આકારનું એક શાશ્વત જિનભુવન છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેવાયેલા જિનભવનતુલ્ય જાણવું, અહિં કેવળ દેવ દેવીઓજ શ્રી જિનપ્રતિમાદર્શનને લાભ લે છે, અને વિદ્યાચારણ તથા જંઘાચારણમુનિઓ તે પંડકવન સુધી આવીનેજ ઉપર ચઢવાની શક્તિના અભાવે ત્યાંથી પાછા વળી જાય છે.
| ચૂલિકાના મધ્ય વિસ્તારનું કરણ ૫ આ કરણ જગતીના વર્ણનની ગાથાઓના વિસ્તરાર્થમાં દર્શાવ્યું છે, ત્યાંથી જાણવું, અને તે રીતિ પ્રમાણે અહિં દર પેજને હું જન ઘટતો વધતો હોવાથી જ્યારે ૨૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે સ્થાને વીસનો પાંચમ ભાગ ચાર એજન બાર યોજમાંથી ઘટાડતાં ૮ જન વિસ્તાર પ્રાપ્ત થાય છે. એ રીતે શીર્ષભાગથી ઉતરતાં ચાર જનના શિર્ષવિસ્તારમાં ચાર જન વધારતાં પણ ૮ યેાજન જેટલો મધ્યવિસ્તાર પ્રાપ્ત થાય છે. આ ચૂલિકા પણ પંડકવનમાં ભૂમિસ્થાને ૧ વનખંડ અને ૧ વેદિકાવડે વીટાયેલી છે. ચૂલિકા ઉપર મનહરસ્થાનમાં અનેક દેવદેવીઓ ફરે છે, બેસે છે, સૂવે છે, ક્રીડા કરે છે. યાવત્ પૂર્વનું પુણ્ય અનુભવે છે.
સૌધર્મઇન્દ્ર શ્રીવીરસ્વામીને અતિઘોરઉપસર્ગ કરનાર સંગમદેવને દેવક બહાર કાઢેલો છે તે સંગમદેવ પિતાની દેવાંગનાઓ સહિત આ ચૂલિકા ઉપર રહે છે. ૧૧૩ છે
વતા –મેરૂપર્વત ઉપર શિખરસ્થાને જે વેદવને નામનું વન છે તે કહેવાય છે.
* યદ્યપિ પૂર્વે ગણવેલાં ૪૬૭ ગિરિશિખરો પણ પર્વતની ઉંચાઈમાં ગણ્યાં નથી, પરંતુ જૂ-શિખા તુલ્ય ન હોવાથી તે શિખરને ચૂલિકા ન કહેવાય.