________________
શ્રી લઘુત્રસમાસ વિસ્તાર સહિત
છે અવસર્પિણને થે આરે છે ૧૦ કડાકડિ સાગરોપમપ્રમાણની અવસર્પિણમાંથી પહેલા ત્રણ આરાના ૯ કડાકડિ સાગરોપમ ઉપરાન્ત ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અને ૨૧૦૦૦ વર્ષ છઠ્ઠા આરાનાં બાદ કરતાં ચોથા આરાનું પ્રમાણ ૪૨૦૦૦ વર્ષન્યૂન ૧ કેડાર્કડિ સાગરોપમનું છે, અને એ આરામાં મનુષ્યનું સર્વોત્કૃષ્ટ આયુષ્ય ૧ પૂર્વ ક્રિોડ વર્ષનું છે. અહિં ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં ૭૦૫૬૦૦૦ વર્ષનું એકપૂર્વ અને તેને એકડે ગુણતાં ૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષની એક પૂર્વકેટિ થાય. તથા જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકારૂપ ૧ ફુલકભવ જેટલું હોય છે. તથા ઉત્કૃષ્ટથી શરીરપ્રમાણ એક ગાઉને ચોથો ભાગ એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી ૫૦૦ ધનુષ્ય જેટલું છે, અને જઘન્યથી ઉત્પત્તિ વખતે અંગુલના અસંખ્યાતમાભાગ જેટલું હોય છે.
_૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ . વળી આ ચોથા આરામાં ચોવીશમા સુધીના ૨૩ જિનેન્દ્રોની ઉત્પત્તિ થાય છે, તેઓનાં શાસનમાં અસંખ્ય મનુષ્યો મોક્ષ પામે છે. આ અવસર્પિણીમાં ત્રીજા આરાના પર્યન્ત શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન થયાબાદ સાથી પ્રથમ પ્રભુની જ માતા પ્રભુનું તીર્થ સ્થપાયા પહેલાં અંતકતકેવળી થઈ ક્ષે ગયાં ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થયો, તે ચોથા આરામાં શરૂ થયો. તે ચોથા આરામાં સંપૂર્ણ ચાલુ રહે છે. વળી એ જ ચોથા આરામાં [૧ ચક્રવતી ત્રીજા આરામાં થવાથી ] ? વેત ઉત્પન્ન થાય છે, તેઓ સંપૂર્ણ ભરતઐરાવતક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પુન: ૬ વાસુદેવ ઉત્પન્ન થાય છે. તે ભરત એરવતના દક્ષિણાર્ધને સંપૂર્ણ ૩ ખંડનું એટલે અર્ધક્ષેત્રનું સામ્રા
જ્ય ભગવે છે. તથા એક્વાસુદેવ સાથે તેમના પિતરાઈ ભાઈ એક બળદેવ હોવાથી શુ ફ્લેવ ઉત્પન્ન થાય છે, તે વાસુદેવ અને બળદેવ બે મળીને અર્ધક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પરન્તુ બળદેવનું રાજ્ય જૂદું હોય નહિં. તથા દરેક વાસુદેવ પહેલાં એકેક પ્રતિવાસુદેવ પણ વાસુદેવના કાળમાં જ પ્રથમ અર્ધવિજયનું સામ્રાજ્ય જોગવતા હોય છે, જેથી વાસુદેવ પ્રતિવાસુદેવને હણીને જ સામ્રાજ્ય લે છે, પરન્તુ જૂદો દિગ્વિજય કરીને નહિં, એ પ્રમાણે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તથા દરેક વાસુદેવના કાળમાં ક્લેશ કરાવવામાં કુતુહલી પરન્ત બ્રહ્મચર્યના સર્વોત્તમ ગુણવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થાગી જેવા નારદ ઉત્પન્ન થતા હોવાથી ૧ ના ૬ ઉત્પન્ન થાય છે, તેઓ વાસુદેવ આદિ રાજાઓના અંત:પુરમાં (રાણીવાસમાં) નિ:શંકપણે ગમનાગમન કરનારા અને ગગનગામિની લબ્ધિવાળા હોય છે, અને સર્વત્ર રાજ