________________
: ૧૫ :
આ ગ્રંથનું સંપૂર્ણ ભાષાન્તર દ્રવ્યાનુગ પ્રમુખ જેન સાહિત્યના જાણકાર પંડિત ચંદુલાલ નાનચંદ સિનેર ( હાલ ડભોઈ) નિવાસી પાસે કરાવવામાં આવ્યું છે.
જુદા પૃષ્ટમાં જણાવ્યા પ્રમાણે આરાધ્ધપાદ આચાર્યશ્રીના ઉપદેશથી આ ગ્રન્થના આર્થિક સહાય અનેક ઉદાર સંગ્રહો છે. અને તે સર્વ મહાશયની ઉદારતા માટે અમે વારંવાર આભાર માનીએ છીએ, તે પણ આ સ્થળે અમારે ખાસ યાદી આપવી ઉચિત છે કે આ ગ્રન્થના પ્રકાશનમાં પ્રથમ આર્થિક સહાયક પાલીતાણા-સિદ્ધક્ષેત્રવાસી સ્વ. શાહ ગાંડાભાઈડાહ્યાભાઈ કે જેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં ઘણું જુના પ્રામાણિક ગુમાસ્તા હતા તેઓ છે. તેઓએ શેડો મુડીમાં ઉદાર સખાવતો કરી છે. લગભગ ઘણીખરી મિલક્ત ધર્મમાર્ગમાં જ વાપરેલ છે. અને આવા ઉપયોગી ગ્રન્થનું શીધ્ર પ્રકાશન થાય તેવી ખાસ ઈચ્છાથી પોતાના સ્વ. ચિ. વીરચંદભાઈના સ્મરણાર્થે ૫૦૦) રૂપીયાની ઉદાર સહાય આપે લછે. તેઓશ્રીનો આ પુસ્તકનું પ્રકાશન જેવાની અભિલાષા પૂર્ણ થાય તે અગાઉ હમણાંજ તેઓ સ્વર્ગસ્થ થયા છે, તે બદલ ખેદની લાગણી પ્રદર્શિત કર્યા સિવાય નથી રહેવાતું.
આ ગ્રન્થના મુદ્રક શ્રી મહોદય પ્રેસના માલીક ભાવનગર નિવાસી શાહ ગુલાબચંદ લલુભાઈ કે જેઓએ પોતાના પ્રેસના ઉદ્દઘાટનમાં આ ગણિતાનુગ સંબંધી મહાન ગ્રન્થના મુદ્રણથી મંગલ કર્યું છે, તેઓની કર્તવ્ય પરાયણતા માટે અમારે વારંવાર તેઓનું સ્મરણ કરવાની જરૂર જોવાય છે. છાપવાની સફાઈ સમય પ્રમાણે કાર્ય તૈયાર કરવાની ખંત! અને પોતાનું જ કામ ગણીને સુંદર કાર્ય કરવાની હોંશ તમનામાં તેમજ પ્રેસ કાર્યકરોમાં હોઈ તેઓ ગ્રાહકોનો સંતોષ સારા પ્રમાણમાં મેળવી શકે છે; એમ અનુભવથી જોવાયું છે. આ ગ્રન્થમાં આપેલા પંચરંગી ચિત્રના મુદ્રણમાટે નિસ્વાર્થ પણે જે તેઓએ જહેમત ઉઠાવેલ છે, તે પ્રશંસનીય છે.
એ સર્વ કરતાં શ્રીલઘુક્ષેત્રસમાસ સવિસ્તરાર્થ નામના આ ગ્રન્થનું સાદ્યન્ત સંશોધન કરનાર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીજીના શિષવર્ય પાઠક પ્રવર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજી ગણેજી તેમજ તેઓશ્રીના શિષ્ય પ્રવર્તકજી શ્રીમાન ધર્મવિજયને વારંવાર આભાર માનવાની રજા લેવા સાથે તેઓના પાદપંકજમાં અહર્નિશ વંદના કરીએ છીએ. શાસ્ત્રીય કેવા પ્રકારને ઉચ્ચકક્ષાને અભ્યાસ હાય! ત્યારે સંશોધન થાય એ સંશોધકો જ સમજી શકે છે. પૂજ્ય પ્રવર્તક શ્રી ધર્મવિજયજી મહારાજે પૃથ્વી ગોળ ફરે છે, સૂર્યચન્દ્ર સ્થિર છે. વિગેરે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોના મન્તવ્ય ઉપર પરામર્શ કરતો, અને શાસ્ત્રીય