________________
અયોધ્યા નગરીનું વર્ણન.
૧૫૩ સંસ્કૃત અનુવાદ बाह्यखंडान्तादशदीर्घा नवविस्तरा अयोध्यापुरी । सा लवणाद् वैताढ्यात् चतुर्दशाधिकशतं चैकादश कलाः ॥ ८८ ॥
Tધાર્ય–બાહ્યખંડની અંદર ૧૨ જિન દીધું અને ૯ જન વિસ્તારવાળી અયોધ્યાપુરી નામની નગરી છે, તે લવણસમુદ્રથી અને વૈતાલ્યથી પણ એકસચદ જન અને અગિઆર કળા [ ૧૧૪. ૧૧ ક. ] દૂર છે૮૮ છે
વિસ્તરાર્થ–સમુદ્રતરફ બહારના ભાગમાં હોવાથી દક્ષિણભરત તે બાહ્યખંડ કહેવાય, અને વૈતાદ્ય તથા લઘુહિમવંત એ બે પર્વતની મધ્યે-વચ્ચે આવવાથી ઉત્તરભરત તે મધ્યમંડ કહેવાય, ત્યાં દક્ષિણભરતરૂપ બાહ્યખંડના અતિમધ્યભાગે વ્યાપુ નામની નગરી પ્રમાણુગુલથી ૧૨ યોજન લાંબી અને ૯ એજન પહોળી છે. એ નગરી આ અવસર્પિણીમાં શ્રીનાષભદેવ પહેલા તીર્થકર અને પહેલા રાજ થયા તેમની રાજધાની છે. વળી શ્રી કષભદેવના રાજ્યાભિષેક પ્રસંગે યુગલીકમનુષ્યએ પડીઆઓમાં ભરી લાવેલા જળવડે વિનયપૂર્વક પ્રભુના ચરણઉપર અભિપક કર્યો, તે વિનયથી રાજી થઈ સૌધર્મઈન્દ્ર એ વિનીતયુગલીકેના આશ્રયમાટે વેશમણ લોકપાળને આજ્ઞા કરી વિનીતા ના નામની જે નગરી બાંધી આપી તેજ વિનીતા નગરી અયોધ્યાપુરીનું બીજું નામ છે. જે વખતે ધનદે ( શ્રમણ ) એ નગરી બાંધી તે વખતે દૈવી શક્તિવડે શીધ્ર સોનાના કોટ સહિત સુવર્ણરત્નાદિમય પ્રાસાદવાળી બાંધી હતી. તેને સુવર્ણ કિલ્લો (કોટ) ૧૨૦૦ ધનુર ઉચા, ૮૦૦ ધનુષ પહોળા રો. ઈશાનદિશામાં નાભિરાજાને સાત માળને સમરસ મહેલ સુવર્ણનો ર, અને પૂર્વદિશામાં ભરતચકીને ગેળ પ્રાસાદ ર. અગ્નિકોણમાં બાહુબલીને પ્રાસાદ અને તે બેની વચ્ચે શેષ ૯૮ ભાઈઓના પ્રાસાદ ધનદે રચ્યા. મધ્યભાગમાં શ્રીષભદેવને પ્રાસાદ ૨૧ માળને રચે, જેનું નામ રોકપ્રિમ રાખ્યું. નગરની અંદર હજારો જિનભુવને મંડલીકરાજાના મહેલે ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણની વસતી માટેના મહેલ વિગેરે અવર્ણનીય રચના નગરમાં રચી, અને નગર બહાર કારૂ નારૂ વિગેરે વર્ણોની વસતી માટે એકથી ત્રણ માળ સુધીનાં ઉંચા ઘરો હજારો રચ્યાં, ચાર દિશાએ ચાર વન મેટાં અને બીજા નાનાં અનેક વન (બાગ બગીચા) રા. દરેક વનમાં એકેક જિનભવન રચ્યું. ચાર દિશામાં અષ્ટાપદ આદિ ચાર પર્વતો રચ્યા, ઇત્યાદિ અનેક રચના ધનદે એક અહોરાત્રિમાં રચી.
૨૦