________________
w
પ્રપાત કુંડાધિકાર વર્ણન. એ પ્રમાણે બીજા કુડા પણ જાણવા, પરન્તુ તે કુંડા [આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ત્રણ ભિન્ન વિસ્તારવાળા છે એ સંબંધ] . ૫૩ છે
વિસ્તાર–ગંગાપ્રપાત કુંડ સિંધૂમ્રપાત કુંડ રક્તાપ્રપાત કુંડ અને રક્તાવતીપ્રપાત કુંડ એ ચાર કુંડ ૬૦ એજન લાંબા પહોળા અને ગોળ આકારના છે, પરિધિ સાધિક ૧૮૯ જન એટલે દેશોન ૧૯૦ જન છે. વળી એ દરેક કુંડને ચારે બાજુ ફરતી વલયાકારે એકેક વેદિકા અને એકેક વન છે, એ વેદિકાને ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે, એટલે વેદિકામાં પર્વતદિશિસિવાયની શેષ ત્રણ દિશાએ ત્રણ ત્રિપાન અને ત્રિપાન આગળ એકેક તોરણ હોવાથી ત્રણ તારણ એ જ દ્વાર છે. (તોરણ તથા ત્રિપાનનું સ્વરૂપ જગતીના વર્ણનમાં કહેવાયું છે). એ ત્રણે તોરણે દરેક સવા છ જન પહોળાં છે, અનેક સ્તંભનાં બનેલાં છે, વિવિધ રત્નમય છે, પરંતુ એને ઉઘાડવા ઢાંકવાનાં કમાડ નથી, સદાકાળ ખુલા દરવાજા જેવાં છે. એમાં બે તોરણે જે ઉત્તર પૂર્વ દિશાનાં છે, તે નીચે નક્કર ભૂમિવાળાં છે, અને દક્ષિણ દિશાનું જે તેરણ છે, તેની નીચેથી ગંગા વિગેરે નદીનો પ્રવાહ તરણની પહોળાઈ જેટલે સવા છ જન પહોળો (જળપ્રવાહ) બહાર નિકળે છે, અને ભરતઐરાવત ક્ષેત્રમાં દક્ષિણ સન્મુખ વહી વચમાં આવતા વેતાલ્યને ભેદી દક્ષિણસમુદ્રને મળે છે. અહિં જે દક્ષિણ શબ્દ એરાવતને અંગે પણ કહ્યો તે સૂર્યદિશાની અપેક્ષાઓ જાણ, અન્યથા રાવતક્ષેત્રમાં ઉત્તરતોરણે બન્ને નદીઓના પ્રવાહ બહાર નિકળ્યા છે એમ જાણવું
વળી એ ચારે કુંડ ૧૦ એજન ઉંડા છે, પાણીની ઉપલી સપાટી કુંડના કિનારાને અડીને રહી છે, અર્થાત્ કુંડની ઉપલી કિનારી સુધી જળ પૂર્ણ ભરેલું છે. એ કુંડની ભીત્તિઓ વજાના પાષાણથી બંધાયેલી છે, કુંડનું તળીયું પણ જામય છે, કુંડના જળમાં પ્રવેશ કરે હોય તો સુખે પ્રવેશ કરી શકાય અને જળમાંથી સુખપૂર્વક બહાર નિકળી શકાય એવા ઓવારા તથા ઉતારા [ ઘાટ ] બાંધેલા છે. અને નીચે સુધી ગોતીર્થ જળ છે, અર્થાત્ અનુક્રમે ઉતરતી
૧ જંબૂ પ્ર. સૂત્રમાં સાધિક ૧૮૦ જન પરિધિ કહ્યો છે, તે ગણિતરીતિથી આવતા નથી માટે તેમાં કોઈ જૂદી અપેક્ષા હશે એમ વૃત્તિકર્તા કહે છે.
૨ સૂત્રોમાં ઠામ ઠામ પુજનો શબ્દથી ત્રિપાનોની આગળ તરણ કહ્યાં છે. પદ્મદ્રહમાં પણ તેમજ કહ્યું છે, પરંતુ ત્રિસપાનની સાથે જ તેરણ સંભવે, કેટલેક દૂર જઇને નહિં. એટલે તોરણમાં થઈને ત્રિસપાન ઉપર ચઢાય એવી રીતે.
૧૨