________________
ગગે પ્રમુખ નદીઓનું વર્ણન.
૮૩
સંસ્કૃત અનુવાદ गंगा सिंधू रक्ता रक्तवती बाह्यं नदिचतुष्कम् ।
बहिर्द्रहपूर्वापरद्वारविस्तरं, वहति गिरिशिखरे ॥४८॥ જા–ગંગા સિંધૂ રક્તા અને રક્તવતી એ બહારના ક્ષેત્રની ચાર નદીઓ બહારના દ્રહોના પૂર્વ પશ્ચિમ દ્વારના વિસ્તાર જેટલા પ્રવાહે પર્વતના શિખર ઉપર વહે છે. / ૪૮
વિસ્તર –પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે બાહ્યદ્રહ છે, કારણકે સર્વ પર્વતોથી બહારના ( છેલા) લઘુહિમવંત અને શિખરી એ બે પર્વત પર આવેલા છે. તે કહેના પૂર્વ દ્વારને અને પશ્ચિમ દ્વારને વિસ્તાર પૂર્વે કહ્યા પ્રમાણે સવા છ એજનને છે, માટે બહારના ક્ષેત્રોમાં વહેતી અને એજ બે દ્રામાંથી પૂર્વ પશ્ચિમ દ્વારે નીકળતી ગંગા સિંધુ રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ દરેક સવા છ યજનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે. એ રીતે કેટલા જન સુધી પર્વત ઉપર વહે છે તે વાત હવે પછીની ગાથામાં કહેવાશે. વળી જેમ આ ચાર નદીઓ બાહ્ય નદીઓ ગણાય છે, તેમ હિમવંત અને હિરણ્યવંતક્ષેત્રની ચાર નદીઓ મધ્યનદીઓ, અને હરિવર્ષ તથા રમ્ય ક્ષેત્રની ચાર નદીઓ અને ભ્યન્તરનદીઓ ગણાય. તથા મહાવિદેહની અપેક્ષાએ તે એ ચાર નદીઓ પણ મધ્ય નદીઓ ગણાય. અને મહાવિદેહની અભ્યન્તરનદીઓ કહેવાય, જંબદ્વીપ લઘુસંગ્રહણીમાં એ આઠે નદીઓને અભ્યન્તરનદીઓ કહેલી છે. ૪૮ )
કવતા –પૂર્વ ગાથામાં ચાર બાહ્ય નદીઓ દા જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે એમ કહ્યું, અને હવે આ બે ગાથામાં તે નદીઓ પર્વત ઉપર કેટલા જન સુધી વહે છે અને ત્યારબાદ તેને પ્રવાહ ક્યાં પડે છે? તે પણ કહે છે.
पंचसय गंतुाणअगा-वत्तणकूडाउ बहिमुहं वलइ । पणसय तेवीसेहि, साहिअतिकलाहिं सिहराओ॥ ४९ ॥ णिवडइ मगरमुहोवम-वयरामय जिब्भियाइ वयरतले णिअगे णिवायकुंडे मुत्तावलिसमपवाहेण ॥ ५० ॥