________________
mતી ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ. છે. જંબુદ્વિપ તરફના વનમાં તેવાં તૃણો અને મણિઓ છે, પરન્તુ વેદિકાથી કાયેલા પવનના અભાવે તેવા ધ્વનિઓ ઉઠતા નથી એ તફાવત છે. - તથા એ બને વનખંડમાં ઠામ ઠામ દીર્ઘકાઓ વાવડીઓ પુષ્કરિણીઓ અતિ સ્વાદિષ્ટ ભિન્ન ભિન્ન જાતિના રસ (પાણી) વાળી અને અનેક શતપત્રાદિ કમળ યુક્ત છે, તે વાવડીએની ચાર દિશાએ ચાર ત્રિપાન ( ત્રણ ત્રણ પગથીના ઘાટ ) ચઢવા ઉતરવા માટે બાંધેલા છે તે દરેક ત્રિપાન ઉપર એકેક તોw છે, તે તારણે ઉપર અનેક ઉધ્વજા છત્ર અષ્ટમંગલ અને ચામરો આવેલાં છે, એ સર્વ પૃથ્વીપરિણામ જાણવો. અહિં તેરણ એટલે અહિંના જેવાં લટકતાં લાંબાં તારણ સરખાં નહિં, પરંતુ દેવમંદિર વિગેરેના મુખ્ય દ્વાર આગળ જેવી કમાને વાળેલી હોય છે તેવા કમાનવાળા ભાગ જાણવા. અને તે કમાનમાં ઠામ ઠામ મેતી અને તારા લગાડેલા હોય છે, તથા તે કમાનમાં ઈહામૃગાદિ પક્ષી પશુ દેવ અને વિદ્યાધરનાં રૂપે કરેલાં હોય છે. એવાં બહિદ્ધર સરખાં તારણ જાણવાં.
- તથા એ બને વનખડામાં ઠામ ઠામ અનેક નાના પર્વતો ( મોટી ટેકરીઓ ) હોય છે, તે દરેક ટેકરી ઉપર એકેક પ્રાસાદ ( બંગલા આકારે ) હોય છે, તે પ્રાસાદમાં દરેકમાં એકેક સિંહાસન આદિ એકેક આસન હોય છે, જેમાં દે બેસે છે. વળી આ પર્વતે ક્રીડાપર્વત પણ કહેવાય છે, એમાં કેટલાક ઉત્પાત પર્વતો હોય છે, ત્યાં આવીને દેવો કીડા અર્થે વૈક્રિય રૂપે રચે છે, વળી કેટલાક નિયત પર્વત છે, કે જેમાં દેવ પ્રાય: ભવધારણીય શરીરવડે ક્રીડા કરે છે.
તથા એ બને વનખંડોમાં ઠામ ઠામ કદલીગૃહાદિ ગૃહે છે, આલિગ્રહ, માલિગ્રહ, કદલીગૃહ, લતાગૃહ, અવસ્થાનગૃહ, પ્રેક્ષાગૃહ, મજ્જનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મેહનગૃહ, શાલગૃહ, જાલગ્રહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદગૃહ, એ ૧૬ પ્રકારનાં ગૃહમાં દેવો વિવિધ કાર્યો કરે છે, જેમ પહેલા ત્રણ ગૃહમાં સુખે બેસવું વિગેરે કાર્ય, પ્રેક્ષાગૃહમાં કંઈ ખેલ તમાસા દેખાડવા દેખવા, મજનગૃહમાં સ્નાન, પ્રસાધનમાં શણગાર સજા, ગર્ભગૃહમાં એકા
બેઠક, મહાનગૃહમાં મૈથુનક્રીડા, ચિત્રગૃહમાં ચિત્રામણ દેખવું, ગંધર્વગૃહમાં ગીત નૃત્યને અભ્યાસ, ઈત્યાદિ એ સર્વ ગૃહ રત્નમય પૃથ્વીપરિણામરૂપ
૧-૨ અહિં વજા અને ચામરો જૂદા જૂદા રહ્યા નથી, પરંતુ પ્રજાઓ સાથે સંયુક્ત છે-એ વિશેષ,