________________
શ્રી જન જ્ઞાન સાગર કમઠ મેધવાળી થયે, પ્રભુ કાઉસ્સગમાં ધીર; જળ વરસાવે જેરમાં, આવી નાકે અડયાં છે નીર રે તમારી. ૪ ધરણ ઇંદ્ર આસન ચવું, આ પ્રભુની પાસ; નાગ રૂપ કરીને ઉંચકીયાં, શિરછત્ર ફણ આકાશ રે, તમારી. ૫ થા કમઠાસુર હવે, નમે પ્રભુને પાય; ચંદ્ર કહે ગુણ પાર્શ્વના, જેને શાળાની બહેને ગાય રે, તમારી. ૬
(૪) શ્રી મહાવીરને વેદન, સ્નેહ સ્નેહે સંભારું શ્રી ભગવાન વીરને વંદન કરીએ, વહાલું વહાલું મહાવીર તારું નામ, વીરને વંદન કરીએ. ૧ ચૈત્ર શુદિ તેરશને દહાડો, ત્રિશલાની કૂખે તું જાય; ત્રણે ભુવનમાં વર્યો જય જય કાર, વીરને વંદન કરીએ. ૨ દેવ દેવી સૌએ હુલાવ્યા, મેરુ ઉપર પ્રેમે નવરાવ્યા; જેની ભકિતનું થાય નહિ ધાન, વીરને વંદન કરીએ ૩ માત-પિતાની ભકિત કરવા. ભ્રાતૃપ્રેમને નહિ વિસરવા; ત્રીશ વરસે હંકાયું દીક્ષા વહાણ, વીરને વંદન કરીએ. ૪ તપ જપ સંયમને બહુ પાળી, કષ્ટ ઘણાને નહિ ગણકારી; ઝગમગ તિસમ પામ્યા કેવળજ્ઞાન, વીરને વંદન કરીએ. ૫ અધમઉદ્ધારણ ભવિજનતારક, ગુણ અનંતાના જે ધાર; એવા વીરને છે વંદન વારંવાર, વીરને વંદન કરીએ ૬ વંદન કરીએ ભાવે સ્મરીએ, ત્રિકાળ તારું ધ્યાન જ ધરીએ; તારા નામે સદાય સુખ થાય, વરને વંદન કરીએ. ૭
(૫) ચેત ! ચેત ! નર ! ચેત ! પરલેકે સુખ પામવા, કર સારે સંક્ત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. ૧ જેર કરીને જીવવું, ખરેખરૂં રણ ખેત; દુશમન છે તુજ દેહમાં ચેત ચેત નર ચેત. ૨ ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત; હવે જરૂર હોશિયાર થઈ ચુત ચુત નર ચેત. ૩ તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયા; ચેત ચેત નર ચેત. ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. ૫