SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય સંગ્રહ ૦૧ (૨) શ્રી ચાવીશ જિનની આરતી જય મુકિતદાતા, પ્રભુ જય મુકિતદાતા. તુજને વંન્ન કરીએ (૨), ગુણ તારા ગાતાં; જયદેવ, જયદેવ. એ ટેક. આદિનાથ અજીત, સંભવ સુખકારી, પ્રભુ સંભવ સુખકારી, કષ્ટ અમારાં કાપ (૨) હે ભવ ભયહારી. જય૦ ૧ અભિનંદન સુમતિ, પદ્મ તું મુજ પ્યારે, પ્રભુ પા તું મુજ પ્યારે, સુપાર્શ્વ ચંદ્ર સુવિધિ (૨), શીતળ ભવતારે જય૦ ૨ શ્રેયાંસ વાસુ વિમળ, અનંત ગુણ ભરીઆ, પ્રભુ અનંત ગુણ ભરીઆ - કષ્ટ ભવેનાં કાપી (૨), શીવ રમણ વરીઆ જય૦ ૩ ધમ ધુરંધર નાથ, આપ વશ્યા મુકિત, પ્રભુ આપ વગ્યા મુકિત; શાન્તિનાથ સુણો શ્રવણે (૨) દાસતણી યુકિત. જય૦ ૪ કુંથુનાથ કેડે, કાવ્ય કુવનમાંથી, પ્રભુ કાઢય કુવનમાંથી; અર મલ્લિને પ્રણમું (૨), તારો કર સાથી. જથ૦૫ મુનિસુવ્રત્ત મહારાજ, અગણિત મુજ ખામી. પ્રભુ અગણિત મુજ ખામી; વંદુ શીર હું નામી (૨), તારે અંતરજામી. જય૦ ૬ નમિ નાથ ભગવાન, ભાવ ધરી ભાળ, પ્રભુ ભાવ ધરી ભાળો. નિર્મળ નેમ નગીના (૨), દુઃખ સર્વે ટાળો. - જય૦ ૭ પાર્થ પરમ કૃપાળ, જન પાલનહારે. પ્રભુ જન પાલનહાર, વર્લૅમાન જિન વંદુ (૨), ભવજળથી તારે. જય૦ ૮ ચોવિસ જિન ભક્તિ, ધાવ ધરી કરશે, પ્રભુ ભાવ ધરી કરશે, જન્મ મરણ દુઃખ ટાળી (૨), મુકિતને વરશે. જય૦ ૯ નમી તુજને કહે નેમ, નાથ તું છે મારે, પ્રભુ નાથ તું છે મારે; જન પ્રવર્તક મંડળ (૨) શાસન સહુ તારે. જય૦ ૧૦ (૩) પાર્શ્વનાથ ભગવાનના ગુણ તારો, તારો પાર્શ્વનાથ તારે, તમારા ગુણ નહિ ભૂલું; તમે બળ ઉગાર્યો કાલે નાગ રે, તમારી વાત શું બેલું ! ટેક. સાખી:-કમઠ પાંચ અગ્નિ તપે, બાળ તપસ્વી રાજ, નાગ બળે છે કાટમાં, જુવે અવધિજ્ઞાને જિનરાજ રે, તનાવી. ૧ કાષ્ટ ચિરાવી કાઢીઓ, સંભળાવ્યો નવકાર; ધર ઇન્દ્રપદ પામીઓ, એવો માટે પ્રભુનો ઉપકાર રે; તમારી. ૨ જોગ ભેગની વાતડી, સમજ શુભ પર; પણ શિખામણથી વસ્યું, કમઠબાવાની આંખમાં ઝેર રે, તમારી. ૩
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy