________________
૨૦૪
શ્રી જેને જ્ઞાન સાગર અને અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે તેમજ આ શરીરમાં જીવતે વાસ પણ અશાશ્વત છે એટલે થડે વખત રહેવાને છે અને આ શરીર દુ:ખ, કલેશ, અને વ્યાધિ વગેરેનું ભાજન છે ૧૪ આ અશાશ્વતું શરીર વૃદ્ધપણે અથવા બાળપણે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય અને પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે તેથી હું એવા શરીરને વિષે જરાપણ આનંદ પામતે નથી.
૧૫ મનુષ્યપણું વ્યાધિ-રેગનું ઘર છે અને જરા તથા મરણથી ગ્રસ્ત છે એવા અસાર મનુષ્યપણુમાં હું ક્ષણ માત્ર સુખ પામત નથી. ૧૬ અહો ! ઇતિ આશ્ચર્ય ! આ સંસારમાં રહેલા જો કેવાં કેવાં દુઃખ ભોગવે છે ! જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ તેમજ અનેક દુઃખોથી છવ ઘણો કલેશ પામે છે. ૧૭ મારે ગામ, નગર, વાડી, રહેવાને મહેલ, સેનું રૂપું તથા પુત્ર, સ્ત્રી, ભાઈ ઈત્યાદિ સગાંવહાલાં તેમજ આ દારિક શરીર છોડીને અવશ્ય જવું પડશે, જેમ કિંપાક વૃક્ષનાં ફળ ખાતાં મીઠાં લાગે પણ પરિણામે પ્રાણ લેનાર એટલે સારાં નથી, તેમ ભોગ ભેગવતાં મીઠા લાગે પણ તેનું પરિણામ સારું નથી. જે પુરુષ મોટા પંથને વિષે ભાતું લીધા વગર જાય છે તે સુધા–તૃષાએ થકે દુઃખી થાય છે.
૨૦ એ પ્રમાણે ધર્મરૂપી ભાતું લીધા વગર (સત્કર્મ કર્યા વગર) જે જીવ પરભવને વિષે જાય છે તે વ્યાધિ અને રોગથી પીડાણો થકે દુઃખી થાય છે.
૨૧ જે પુરા ભાતું લઈને મોટા પંથને વિષે જાય છે તે સુધાતૃષા રહિત થઈને સુખી થાય છે. ૨૨ એ પ્રમાણે જે જીવ ધમ કરીને પરભવે જાય છે, તે જીવ અલ્પકમી અને વેદનારહિત થઈ સુખી થાય છે. ૨૩ જેમ ઘરમાં અગ્નિ લાગવાથી તે ઘરના માલિક સારસાર વસ્તુ એટલે ઘણી કિંમતી અને તેલમાં હલકી વસ્તુ હોય તે કાઢી લીએ છે અને અસાર એટલે થોડી કિંમતવાળી, અને તેલદાર વસ્તુ છોડી દીએ છે તેમ. ૨૪ એ પ્રકારે જન્મ, જરા અને મરણથી બળતા આ લેકમાંથી તમારી આજ્ઞા લઈ હું મારા આત્માને બહાર કાઢીશ (તારીશ); માટે તમે મને દીક્ષા લેવાની રજા આપે.
૨૫ મૃગાપુત્રનાં આવાં વચન સાંભળીને માતાપિતા કહે છે કે, હે પુત્ર! ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે, કારણ કે સાધુને મૂળગુણ અને ઉત્તર ગુણરૂપ હજાર ગુણે ધારણ કરવા પડે છે. ૨૬ વળી સાધુને જાવજીવ સુધી જગતમાં સર્વ જીવો ઉપર એટલે શત્રુ મિત્ર ઉપર સમભાવ રાખો. પડે છે, તેમજ પ્રાણાતિપાતની એટલે જીવ હિંસાની વિરતિ કરવી પડે છે, માટે ચારિત્ર પાળવું દુષ્કર છે. ર૭ હમેશાં અપ્રમાદપણે મૃષાવાદને છાંડવો પડશે. હિતકારક સત્ય વચન બોલવું પડશે માટે આ વ્રત પાળવું પણ દુષ્કર છે. ૨૮ દાંત ખોતરવાની સળી પણ તેના માલિકની રજા સિવાય લેવાય નહિ નિરવ અને એષણિક એટલે દોષ વિનાને આહાર લેવો પડશે તે પણ દુષ્કર છે. ૨૯ બ્રહ્મચર્યની વિરતિ કરવી અને પામેલા કામભેગના સ્વાદથી નિવતને ઘણા આકરા બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું એ સર્વ, ઘણું દુષ્કર છે.
૩૦ ધન, ધાન્ય, દાસદાસી તથા પ વરે ઉપરથી મેટ ઉતારે, સર્વ આરંભ છાંડવો અને નિમંત્રપણે વિચરવું તે અતિ દુષ્કર છે. ૩૧ અન્ન, પાણી, મે અને મુખવાસ વગેરે ચાર પ્રકારને આહાર રાત્રિએ ન કરે એટલે રાત્રિભોજનને ત્યાગ કરે તથા ઘી, ગોળ, સુખડી વગેરેને કાળ ઉપરાંત રાખવાં તે સ્નિગ્ધ સંચય કહેવાય, તે ન કરવો, એ સર્વ ઘણું દુષ્કર છે. ૩ર સુધા, તૃષા, ટાઢ, તાપ તથા ડાંસ મછરથી થતી વેદના સહન કરવી, આક્રોશ વચન સહન કરવાં, દુ;ખમય ઉપાશ્રયમાં રહેવું, તૃણને સ્પર્શ તથા મેલને પરિપર સહન કરવો.